Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર એક પાંડેસરામાંથી 16 મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા:10-12 પાસ કમ્પાઉન્ડર દર્દીઓને બાટલા ચડાવતા, 33 વર્ષથી 10 પાસ શખ્સ દવાખાનું ચલાવતો

    8 hours ago

    સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા 16 જેટલા બોગસ ડોક્ટરોને એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન ક્લિનિકની સ્થિતિ અત્યંત દયનીય અને ચોંકાવનારી જોવા મળી હતી. ઘરમાં હોય તેવા સાદા લાકડાના પલંગ પર વગર ઓશીકે કે પથારીએ ગરીબ દર્દીઓને સુવડાવીને બાટલા ચડાવવામાં આવી રહ્યા હતા. આસપાસ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની થેલીઓમાં બાટલા અને તબીબી કચરાના ઢગલા પડ્યા હતા. દર્દીઓની સારવાર કરી રહેલા આ કહેવાતા ડોક્ટરો પાસે કોઈ મેડિકલ ડિગ્રી નહોતી. તેઓ માત્ર ધોરણ 10, ધોરણ 12 પાસ અથવા સામાન્ય બીએ અને બીએસસી સુધીનો અભ્યાસ કરીને એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપી રહ્યા હતા. 3 રીપીટ ઑફેન્ડર પકડાયા છે. ડમી દર્દી મોકલી એસઓજી અને આરોગ્ય ટીમે છટકું ગોઠવ્યું એસઓજી પીઆઈ એ.એસ.સોનારાની ટીમે પાંડેસરા વિસ્તારમાં નકલી તબીબો સવારે 8થી 11 વાગ્યા સુધી દવાખાના ધમધમાવતા હોવાની બાતમી મેળવી હતી. બાતમીની ખરાઈ કરવા માટે એસઓજીએ વિવિધ શંકાસ્પદ ક્લિનિકો પર ડમી દર્દીઓ મોકલ્યા હતા. હકીકત સાચી જણાતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ બી. પટેલ સાથે ટીમો બનાવી વહેલી સવારે એકસાથે પાંડેસરામાં ત્રાટકીને તમામ 16 ક્લિનિકો પર દરોડા પાડ્યા હતા. ગરીબ શ્રમિકોની વસાહતમાં જોખમી સારવારનો પર્દાફાશ પાંડેસરાની શ્રમિક વસાહતો અને લેબર કોલોનીઓમાં પરપ્રાંતીય મજૂરો મોટી સંખ્યામાં રહે છે. મૂળ બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી આવેલા આ નકલી તબીબો અગાઉ વતનમાં કોઈ હોસ્પિટલ કે ડોક્ટર પાસે કમ્પાઉન્ડર અથવા હેલ્પર તરીકે કામ કરતા હતા. સુરત આવીને તેમણે સ્થાનિક શ્રમિકોને નિશાન બનાવી તાવ, મેલેરિયા જેવી બીમારીઓમાં એમબીબીએસ ડોક્ટરની જેમ તપાસ શરૂ કરી દીધી હતી. કોઈ પણ પ્રકારની માન્યતા કે રજિસ્ટ્રેશન વગર દર્દીઓને એલોપેથી દવાઓ, પેઇન કિલર, એન્ટિબાયોટિક્સ અને ગ્લુકોઝના બાટલા ચડાવી ગરીબોના જીવ જોખમમાં મૂકતા હતા. 33 વર્ષથી ક્લિનિક ચલાવતો 10 પાસ અને 3 રીપીટ ઑફેન્ડર પકડાયા પકડાયેલા આરોપીઓમાં ત્રણ બોગસ તબીબો અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીપીટ ઑફેન્ડર છે. જેમાં સાંઈ ધામ ક્લિનિક ચલાવતો 54 વર્ષીય શિયારામ મૌર્યા 24 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને વર્ષ 2002માં પણ પાંડેસરામાં પકડાયો હતો. ચાનસી ક્લિનિકનો 58 વર્ષીય વિનોદ બિશ્વાસ ધોરણ 12 પાસ હોવા છતાં 30 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને 2008માં ઝડપાયો હતો. નીર ક્લિનિકનો 31 વર્ષીય સદામ બનખાન ધોરણ 12 પાસ છે અને અગાઉ પણ એસઓજી હાથે પકડાઈ ચૂક્યો છે. સૌથી ચોંકાવનારો કિસ્સો ફ્રી સેવા સદન ચલાવતા 58 વર્ષીય કપિલકુમાર અર્જુનપ્રસાદ વર્માનો છે, જે માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં છેલ્લા 33 વર્ષથી અલગ અલગ જગ્યાએ દવાખાનું ચલાવી રહ્યો હતો. ઝડપાયેલા તમામ બોગસ તબીબોની ચોંકાવનારી વિગતો આ દરોડામાં ઝડપાયેલા અન્ય આરોપીઓમાં ભારત ક્લિનિકનો 53 વર્ષીય મહેન્દ્રસિંઘ યાદવ બીએ ઓનર્સ, પ્રોબીર ક્લિનિકનો 57 વર્ષીય પરીતોષ રોય ધોરણ 10 પાસ, નવદીપ ક્લિનિકનો 38 વર્ષીય આલોકસિંગ બીએસસી, પ્રતિમા ક્લિનિકનો 30 વર્ષીય અજીતકુમાર સિંહ બીએ, ગુરુકૃપા ક્લિનિકનો 45 વર્ષીય જીતેન્દ્ર વર્મા ધોરણ 10 પાસ, અને રણછોડ નગરમાં નામ વગર ક્લિનિક ચલાવતો 23 વર્ષીય ગૌતમ પ્રસાદ ધોરણ 12 પાસ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાધા ક્લિનિકનો 42 વર્ષીય પલાશ ભક્તા ધોરણ 12 પાસ, સાઈ ક્લિનિકનો 45 વર્ષીય મહેશ્વર વિશ્વાસ ધોરણ 12 પાસ, નારાયણ ક્લિનિકનો 52 વર્ષીય સત્યેન્દ્ર યાદવ ધોરણ 12 પાસ, મહેતા ક્લિનિકનો 51 વર્ષીય સુરેન્દ્ર પ્રસાદ મહેતા બીએસસી, સુરેન્દ્ર ક્લિનિકનો 49 વર્ષીય સુનીતિકુમાર બિશ્વાસ, તેમજ શ્રી ક્રિષ્ના ક્લિનિકનો 44 વર્ષીય સંજીતકુમાર સિંહ ધોરણ 12 પાસ ઝડપાયા છે. 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત અને કડક કાયદેસર કાર્યવાહી એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે તમામ 16 ક્લિનિકો પરથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, કફ સિરપ અને વિવિધ મેડિકલ સાધનો મળી કુલ ₹1,82,444 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ 16 બોગસ તબીબો વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા આ તમામ નકલી ડોક્ટરો સામે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ અલાયદી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 2 વર્ષની માસૂમ બાળકીને પાંચમા માળેથી ફેંકી હત્યા:મૃતક માતાની સાથે નાનાના ઘરે રહેતી હતી, સોસાયટીના CCTV બંધ હોય અજાણ્યા હત્યારાની શોધખોળ મુશ્કેલ બની
    Next Article
    ખરોડ શાળામાં 139 વિદ્યાર્થી-શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાઈ:દાહોદના અધિકારીઓની હાજરીમાં કુદરતી આફતો સામે સ્વબચાવના પાઠ શીખવાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment