Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતે બેંગલુરુને 156 રનનો ટાર્ગેટ આપ્યો:ટીમ તરફથી સુંદરની ફિફ્ટી, RCB માટે રાસિખ સલામ ડારે 3 વિકેટ ઝડપી; ઇનિંગ્સ બ્રેક દરમિયાન મ્યુઝિકલ શો ચાલુ

    23 घंटे पहले

    ગુજરાત ટાઇટન્સ (GT)એ IPL ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ વોશિંગ્ટન સુંદરની ઇનિંગે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદરે નોટઆઉટ 50 રનની ઇનિંગ રમી. કેપ્ટન શુભમન ગિલ (12) અને સાઈ સુદર્શન (10) જલદી પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ નિશાંત સિંધુ (20), જોસ બટલર (19), અરશદ ખાન (15) અને રાહુલ તેવતિયા (7) પણ મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. બેંગલુરુ માટે રાસિખ સલામે સૌથી વધુ 3 વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી. સૂર્યવંશીને ઓરેન્જ કેપ મળવાનું નક્કી વૈભવ સૂર્યવંશીએ 16 મેચમાં 776 રન બનાવ્યા છે, જે આ સીઝનમાં કોઈપણ બેટરના સૌથી વધુ રન છે. વૈભવ સૂર્યવંશી પછી ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ (732 રન) અને સાઈ સુદર્શન (722 રન) છે. બંને બેટર આઉટ થઈ ચૂક્યા છે. બેંગલુરુના વિરાટ કોહલી (600 રન) જ એકમાત્ર એવો બેટર છે, જેમની બેટિંગ હજુ બાકી છે. પરંતુ વૈભવને પાછળ છોડવા માટે તેમણે 177 રનની ઇનિંગ રમવી પડશે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વેંકટેશ અય્યર, કનિષ્ક ચૌહાણ, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, સાઈ કિશોર. IPL ફાઈનલ મેચના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગને વાંચો...
    Click here to Read More
    Previous Article
    Quick Comment: Bhuvneshwar Kumar’s wobble seam key to IPL resurgence
    Next Article
    રાજકોટમાં ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો:કોપર વાયરની ચોરી કરતા 3 શખ્સો પકડાયા, યુવાન પાસેથી લીધેલા રોકડા નાણા ફોન-પેમાં ન આપી છેતરપિંડી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment