Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા 155 લોકો માટે હેલ્થ કેમ્પ:72 પ્રકારના રિપોર્ટ કરાયા, હિમોગ્લોબિન, કિડની, થાઈરોઈડ સહિતની તપાસ

    1 day ago

    જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 'મિશન આરોગ્યમ' અંતર્ગત એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ આશ્રય ઘર, જ્યોર્તિગ્રામ સર્કલ, નવનાળા પાસે, બોટાદ ખાતે યોજાયો હતો. જેમાં લગભગ 155 લોકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. આ કેમ્પમાં બ્લડ સેમ્પલ લઈને શરીરના 72 અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં હિમોગ્લોબિન, કિડની, થાઈરોઈડ, વિટામિન, લીવર, ડાયાબિટીસ, આયર્ન અને HIV જેવા વિવિધ પ્રોફાઈલનો સમાવેશ થાય છે. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કળથીયા, ફેડરેશનના પૂર્વ પ્રમુખ કેતનભાઇ રોજાસરા, પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કળથીયા, ગ્રુપના વી.પી. દિપકભાઈ માથુકિયા અને પરેશભાઈ દરજી, ડી.એ. દર્શનભાઈ પટેલ, ડી.એફ. વિજયભાઈ વાળા, સોશિયલ મીડિયા ઓફિસર રાજુભાઈ ડેરૈયા તેમજ ભાવેશભાઈ ગજેરા, શૈલેષભાઈ પરમાર, કલ્પેશભાઈ ગાંધી, ઇમરાન ભાઈ રાવાણી, મુકેશભાઈ જોટાણીયા, દિલીપભાઈ ભલગામિયા, અજયભાઈ પટેલ અને અરવિંદભાઈ કટુડીયા સહિત મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા અને ખૂબ મહેનત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    केंद्रीय कर्मचारियों को 25 सितंबर को ही मिलेगी सैलरी और पेंशन, 3 दिन की बैंक हड़ताल से पहले बड़ी राहत
    Next Article
    વલસાડમાં રોડ સેફ્ટી જાગૃતિ માટે પોલીસની બાઇક રેલી:SP અને ધારાસભ્યોએ લીલી ઝંડી આપી, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment