Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    154 તાલુકામાં વરસાદ, ગીર પંથકમાં પૂરની સ્થિતિ:અમરેલીનો ધાતરવડી ડેમ ઓવરફ્લો; કોઝવે પર પૂરમાં ફસાયેલી કારમાંથી 7નું રેસ્ક્યૂ, આજે 8 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ

    18 hours ago

    ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા ભારે વરસાદે મહદઅંશે ખેડૂતો અને સરકારની ચિંતામાં ઘટાડો કર્યો છે. રાજ્યના 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે ગીર અને અમરેલી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 8 જિલ્લામાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું મોડું આગમન થતા જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી હતી. જો કે, જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ચૂક્યા છે. જો કે, કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. કચ્છમાં સિઝનનો એક ટકા વરસાદ પણ વરસ્યો નથી. 7 તાલુકા તો સાવ કોરાધાકોડ રહ્યા છે. અમરેલીમાં ધાતરવડી-2 અને રાયડી ડેમ ઓવરફ્લો થતાં 11થી વધુ ગામો હાઈ એલર્ટ પર અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેમાં રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા તેના 6 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને સાવચેત રહેવા કડક સૂચના અપાઈ છે. બીજી તરફ ખાંભા તાલુકાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થતાં નાગેશ્રી, ચૌત્રા અને બારમણ સહિતના કાંઠાના ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વધુમાં, રાજુલાનો ધાતરવડી ડેમ-1 પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ નદી-નાળાના પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ગીર ગઢડામાં 3 કલાકમાં 3 ઇંચ; સાતલડી નદીમાં ઘોડાપૂર ગીર ગઢડાના સનવાવ ગામમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા માત્ર 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેથી ગામના રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. અમરેલીના બગસરાના લૂંઘીયા ગામની સાતલડી નદીમાં મધ્યરાત્રિએ ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારના તમામ ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે. બીજી તરફ, પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામ મંદિર પાસે ગીર જંગલના ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અત્યંત ભયજનક સપાટીએ વહી રહ્યો છે. ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર પૂર, હોટેલોમાં માલણ નદીના પાણી ઘૂસ્યા ઉના પંથકમાં આભ ફાટતાં વાહનવ્યવહાર પર બ્રેક વાગી ગઈ હતી. ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર ગાંગડા ગામ નજીક પૂરના પાણી ફરી વળતાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. હાઈવે પર આવેલી તુલસી હોટેલ અને ભગીરથ હોટેલ પરિસરમાં માલણ નદીના પૂરના પાણી ધસમસતા પ્રવાહ સાથે ઘૂસી ગયા હતાં.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી શરૂ:દેશભરમાં પરેડ, ટ્રમ્પનું સંબોધન શરૂ; વોશિંગ્ટનમાં ઇતિહાસની સૌથી મોટી આતશબાજી થશે
    Next Article
    Aamir Khan-Gauri Spratt Wedding Live Updates: आमिर खान- गौरी स्प्रैट की शादी आज, 150 मेहमान से लेकर बनेंगे खास पकवान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment