Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:જિલ્લાના 154 ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

    2 days ago

    જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/સ્ટ્રેટેજીક લ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ (ઈ.ચા.) એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જીલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આગામી તા.10-04-2026 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
    Click here to Read More
    Previous Article
    તસ્કરી:બ્રાસની ભઠ્ઠીમાંથી 7800 કિલો પીત્તળનો છોલ ચોરાયો
    Next Article
    વાતાવરણ:તાપમાન 37 ડિગ્રીએ પહોંચતા ગરમી વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment