Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તસ્કરી:ખેડૂતના ઘરેથી વેચેલ મગફળીના રૂપિયા 1.54 લાખની ચોરી

    1 day ago

    પુત્રના લગ્ન પ્રસંગે ગયેલા માળિયા હાટીના તાલુકાના ગાંગેચા ગામના ખેડૂત પરિવારના મકાનમાંથી મગફળીના રૂપિયા 1.54 લાખની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ગાંગેચા ગામે રહેતા અને ખેતીકામ કરતા રસીકભાઈ જમનભાઈ વડારીયાના પુત્ર પાર્થના લગ્ન ગત તા. 08 માર્ચના રોજ કેશોદના બાવાની પીપળી ગામે નિર્ધારિત હતા. આ પ્રસંગે રસીકભાઈનો પરિવાર તા. 7 માર્ચની વહેલી સવારના 5 વાગ્યે મકાનને તાળા મારી ડેલાની ચાવી પાડોશીને ત્યાં આપી પ્રસંગમાં ગયો હતો. પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે કબાટ અને તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળતા ચોરી થયાનો અહેસાસ થયો હતો. તા. 8ની બપોર સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ મકાનની દીવાલ ટપીને અંદર પ્રવેશી મહેન્દ્ર દરવાજાની અને અંદરના રૂમની ચાવી શોધી કબાટની તિજોરીનું તાળું તોડી ​ટેકાના ભાવે વેંચેલ મગફળીના રૂપિયા 1.54 લાખની રોકડ રકમનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. મંગળવારે સાંજે રસીકભાઈએ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પીઆઇ એમ એન કાતરીયાએ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:જેલમાંથી જામીન પરથી ફરાર કેદીને મજૂરનો વેશ ધારણ કરી દબોચ્યો
    Next Article
    વાતાવરણ:સોરઠમાં હજુ 2 દિવસ તાપમાન 41 ડિગ્રી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment