Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1.52 કરોડનું સાયબર ફ્રોડ કેસ, 8 પાસ આરોપી ઝડપાયો:મુંબઈથી ભાગી ખંભાળીયામાં નવું ઘર બનાવી છુપાયો'તો, બેંક એકાઉન્ટ્સની હેરાફેરીના મોટા રેકેટમાં સક્રિય હતો

    एक दिन पहले

    સુરતમાં શેર માર્કેટમાં ડોલર ઇન્વેસ્ટમેન્ટ અને ઊંચા વળતરની લાલચ આપી નાગરિક સાથે રૂ. 1.52 કરોડથી વધુની ઠગાઈ આચરવાના કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. મુંબઈથી ભાગીને દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં સંતાયેલા રાજકોટના મૂળ રહેવાસી અને માત્ર 8 પાસ આરોપી રિયાઝ ઉર્ફે શોયેબ કરીમભાઈ મિર્ઝાને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હાલ બેકાર આરોપી સાયબર માફિયાઓ સાથે મળી કમિશન ખાતર બેંક એકાઉન્ટ્સની હેરાફેરી કરવાના મોટા રેકેટમાં સક્રિય હતો. ડોલર ટ્રેડિંગના નામે બોગસ વેબસાઇટ બનાવી 1.52 કરોડ પડાવ્યા સાયબર ગઠિયાઓએ 14 નવેમ્બર, 2025થી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ફરિયાદીનો વ્હોટ્સએપ પર ‘કૃતિ સાજી’ અને ‘પ્રિતિ શરાફ’ નામે સંપર્ક કર્યો હતો. ફરિયાદીને શેર માર્કેટમાં ડોલરમાં રોકાણ કરવાથી ધરખમ નફો થશે તેવી લાલચ આપી બોગસ વેબસાઇટની લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ ટ્રેડિંગ માટે ઇન્ડસઇન્ડ, એક્સિસ, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક સહિતની અલગ-અલગ 16 જેટલી બેંક ખાતાઓમાં કુલ 1.52 કરોડ જમા કરાવી લીધા હતા. નફો વિડ્રો કરવા જતાં વધુ ચાર્જ માંગી છેતરપિંડી આચરી ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં ખોટો પ્રોફિટ બતાવવામાં આવ્યો હતો.જોકે, જ્યારે ફરિયાદીએ પોતાનું મુળ રોકાણ અને નફો વિડ્રો (ઉપાડવા) માટે વિનંતી કરી ત્યારે ઠગ ટોળકીએ નાણાં આપવાના બદલે વિવિધ ટેક્સ અને પ્રોસેસિંગ ચાર્જના નામે વધુ રૂપિયા ભરવા દબાણ કર્યું હતું. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આરોપી ખંભાળીયાના નવા ઘરમાંથી દબોચાયો ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને લોકેશન ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોપી મુંબઈથી નાસીને દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે કે.જી.એન. સોસાયટીમાં નવું મકાન રાખીને છુપાયો હોવાની ચોક્કસ બાતમી મળતાં સુરત પોલીસની ટીમે ત્યાં દરોડો પાડી આરોપી રિયાઝ ઉર્ફે શોયેબને તેના રહેણાંક સ્થળેથી દબોચી લીધો હતો. કમિશન પર બેંક ખાતા આપવાનું નેટવર્ક, અગાઉ 3 પકડાયા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલો આરોપી સાયબર ફ્રોડના ગેરકાયદે નાણાંની હેરફેર કરવા માટે અગાઉ પકડાયેલા સાગરીતો પાસેથી કમિશન પર બેંક ખાતાઓ મેળવતો હતો અને નાસતા ફરતા મુખ્ય સાયબર માફિયાઓને પૂરા પાડી પોતે મોટું કમિશન મેળવતો હતો. ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં સુરત સાયબર પોલીસે અગાઉ અમદાવાદથી મિનેષકુમાર સોલંકી (ઉં.વ. 26), અનીલ ગુપ્તા (ઉં.વ. 39) અને જીમ સંચાલક વિકાસસિંહ ભદોરીયા (ઉં.વ. 34) નામના 3 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા તજવીજ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ-પ્રભાસપાટણમાં નાગપંચમીએ દૂધિયા નાગદેવતાને અભિષેક:શ્રદ્ધાળુઓની લાંબી કતારો, સોડશોપચાર પૂજા-હવન યોજાયો
    Next Article
    ગોધરા રેલવે પોલીસે 10 મોબાઈલ ફોન પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ₹1.55 લાખના ફોન માલિકોને સોંપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment