Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા રેલવે પોલીસે 10 મોબાઈલ ફોન પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ₹1.55 લાખના ફોન માલિકોને સોંપાયા

    1 day ago

    ગોધરા રેલવે પોલીસે "મિશન સેફ સ્ટેશન" હેઠળ એક વિશેષ ઝુંબેશ ચલાવીને ₹1.55 લાખની કિંમતના 10 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી રિકવર કરવામાં આવ્યા હતા અને "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં થતી ચોરીઓ તથા ગુમ થવાના બનાવોને રોકવા માટે પોલીસે 15 દિવસની ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન, પોલીસ ટીમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સઘન કામગીરી હાથ ધરી હતી. આ સફળ કામગીરીમાં ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હતો. CEIR ટેકનોલોજીની મદદથી, પોલીસે ખોવાયેલા અને ચોરાયેલા ફોનને ચોક્કસ લોકેશન પર ટ્રેસ કરીને સફળતાપૂર્વક પરત મેળવ્યા. ફોન પરત મળતા, મૂળ માલિકોએ ગોધરા રેલવે પોલીસની આ કામગીરી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પહેલથી રેલવે મુસાફરોમાં સુરક્ષા અને વિશ્વાસ વધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    1.52 કરોડનું સાયબર ફ્રોડ કેસ, 8 પાસ આરોપી ઝડપાયો:મુંબઈથી ભાગી ખંભાળીયામાં નવું ઘર બનાવી છુપાયો'તો, બેંક એકાઉન્ટ્સની હેરાફેરીના મોટા રેકેટમાં સક્રિય હતો
    Next Article
    ગઢડા ગોપીનાથજી મંદિરે શિવ સ્વરૂપ શણગાર:શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોએ કર્યા દિવ્ય દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment