Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ વર્લ્ડકપ ફાઇનલ- ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી:ઇંગ્લેન્ડે 151 રનનો ટાર્ગેટ આપ્યો; કેપ્ટન સિવર બ્રન્ટે ફિફ્ટી ફટકારી

    3 days ago

    વુમન્સ ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 2 ઓવર બાદ એક વિકેટે 21 રન બનાવ્યા છે. જ્યોર્જિયા વોલ અને બેથ મૂની પિચ પર છે. ઇંગ્લેન્ડ એક સમયે 70 રન પર 4 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ત્યારબાદ કેપ્ટન નેટ સિવર-બ્રન્ટ અને ફ્રેયા કેમ્પે અણનમ 80 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. બ્રન્ટે 53 બોલમાં 58 રન બનાવ્યા. કેમ્પ 28 બોલમાં 44 રન બનાવીને અણનમ રહી. ઓસ્ટ્રેલિયા તરફથી લ્યુસી હેમિલ્ટન, એનાબેલ સધરલેન્ડ, સોફી મોલિન્યુ અને કિમ ગર્થે 1-1 વિકેટ લીધી. યજમાન ઇંગ્લેન્ડ 2009માં એકવાર ટી-20 વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા રેકોર્ડ 6 વખત ચેમ્પિયન રહ્યું છે. બંને ટીમો ટુર્નામેન્ટમાં 6-6 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. પ્લેઇંગ-11 ઓસ્ટ્રેલિયા: બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ, એનાબેલ સધરલેન્ડ, નિકોલા કેરી, સોફી મોલિન્યુ (કેપ્ટન), કિમ ગાર્થ, લ્યુસી હેમિલ્ટન. ઇંગ્લેન્ડ: ડેની હોજ, એમી જોન્સ (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, હીથર નાઈટ, ફ્રેયા કેમ્પ, ડેની ગિબ્સન, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટન, લિંસી સ્મિથ, લોરેન બેલ.
    Click here to Read More
    Previous Article
    Crackdown against sand mafia: Birbhum Police arrests 32 in two weeks
    Next Article
    વોટ્સએપ યુઝરનેમ વિવાદ પર જવાબ આપવાની સમયમર્યાદા 9-જુલાઈ સુધી લંબાવાઈ:સરકારે કહ્યું- તેનાથી ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના કેસ વધી શકે છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment