Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ત્રણ મહાનુભાવોની પ્રતિમાઓ સાફ કરી પૂજન કરાયું:બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ સ્વચ્છતા અભિયાન, સાધુ-સંતોનું સન્માન કરાયું

    1 day ago

    હિંમતનગરમાં શનિવારે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સ્વચ્છતા, પ્રતિમા પૂજન, પુષ્પાંજલિ અને સાધુ-સંતોના સન્માનના કાર્યક્રમો યોજાયા. મહેતાપુરા સર્કલ પર સ્વામી વિવેકાનંદની, ટાવર રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની અને મહાવીરનગર સર્કલ પર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓ સાફ કરાઈ. ત્યારબાદ પૂજન કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્રણેય પ્રતિમાઓના ચબૂતરા અને આસપાસના ઓટલાની પણ સફાઈ કરાઈ. આ પ્રસંગે ત્રણ સાધુ-સંતોને પુષ્પહાર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરાયા. સન્માનિતોમાં સિદ્ધાર્થનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરના શ્રી લક્ષ્મણ ભારતી બાપુ, હનુમાન ટેમ્પલ રોડના શ્રી નિતિનકુમાર કુશંકર ભટ્ટ અને નવા વિસ્તારના માનવધર્મ આશ્રમના મહાત્મા સુમેધાભાઈનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, સમાજના આગેવાનો, યુવાનો, મહિલા સભ્યો અને અન્ય નાગરિકો જોડાયા. તેનો હેતુ ભગવાન બિરસા મુંડાના બલિદાન અને જનજાતીય સમાજના ઇતિહાસ વિશે લોકોને જાણકારી આપવાનો હતો. સાથે જ મહાનુભાવોની પ્રતિમાઓ અને સ્મૃતિસ્થળોની સ્વચ્છતા જાળવવાનો સંદેશ અપાયો. આ પ્રસંગે જનજાતીય સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રનિર્માણમાં તેના યોગદાનને યાદ કરાયું. સમાજના વિકાસ, શિક્ષણ, સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    ઉન પાટિયામાં વેસ્ટેજ કપડાંના ગોડાઉનમાં ભીષણ આગ:ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટનાસ્થળે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ
    Next Article
    India vs Pakistan Live Streaming, U19 Asia Cup 2026 Final Live Telecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment