Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટામાં 15,000 કર્મચારીઓની છટણીની તૈયારી:આ કુલ વર્કફોર્સનો 20% ભાગ; AI પર રોકાણ અને સ્ટાર્ટઅપ્સની ખરીદી બન્યું કારણ

    15 hours ago

    ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર મોટા પાયે છટણીની તૈયારીમાં છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, કંપની તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી 20% કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. 31 ડિસેમ્બર 2025 સુધીમાં મેટા પાસે લગભગ 79,000 કર્મચારીઓ હતા, આ હિસાબે લગભગ 15,000 થી વધુ લોકોની નોકરી જઈ શકે છે. કંપની આ પગલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વધી રહેલા અબજો ડોલરના ખર્ચ અને ડેટા સેન્ટર્સના ખર્ચને મેનેજ કરવા માટે ઉઠાવી રહી છે. જોકે, મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને આ સમાચારોને 'કાલ્પનિક' ગણાવીને હાલમાં કોઈપણ છટણીનો ઇનકાર કર્યો છે. AIમાં રોકાણની ભરપાઈ માટે છટણીનો પ્લાન રિપોર્ટ્સ અનુસાર, મેટાએ તેની 'સુપરઇન્ટેલિજન્સ લેબ્સ' (MSL)માં નવી પ્રતિભાઓ લાવવા માટે ભારે રોકાણ કર્યું છે. કંપનીએ તાજેતરમાં એલેક્ઝાન્ડર વાંગના સ્ટાર્ટઅપ 'સ્કેલ AI' ને 14.5 બિલિયન ડોલર (લગભગ 1.21 લાખ કરોડ રૂપિયા) માં ખરીદ્યું છે. આ ઉપરાંત, મેટાએ 2028 સુધીમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 600 બિલિયન ડોલર (લગભગ 50 લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ભારે ખર્ચને પહોંચી વળવા માટે કંપની કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું વિચારી રહી છે. ઝકરબર્ગે કહ્યું- હવે મોટા કામ માટે મોટી ટીમની જરૂર નથી માર્ક ઝકરબર્ગે પહેલા જ સંકેત આપ્યો હતો કે AI એ ઉત્પાદકતાને સરળ બનાવી દીધી છે. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે જે પ્રોજેક્ટ્સ પહેલા મોટી ટીમો દ્વારા પૂરા કરવામાં આવતા હતા, તે હવે AI ની મદદથી એક સિંગલ ટેલેન્ટેડ વ્યક્તિ દ્વારા પૂરા કરી શકાય છે. મેટાની અત્યાર સુધીની સૌથી મોટી છટણી થઈ શકે છે જો કંપની 20% કર્મચારીઓને છૂટા કરે છે, તો તે મેટાના ઇતિહાસની સૌથી મોટી છટણી હશે. આ પહેલા નવેમ્બર 2022 માં કંપનીએ 11,000 લોકોને છૂટા કર્યા હતા. તેના બરાબર ચાર મહિના પછી માર્ચ 2023 માં 10,000 વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. મેટામાં હાલ 79 હજાર કર્મચારીઓ AI રેસમાં કંપની પાછળ પડી રહી છે, નવા મોડેલમાં વિલંબ આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મેટા AIની રેસમાં પાછળ પડી રહી છે. મેટાનું આગામી ટેક્સ્ટ-આધારિત મોડેલ 'એવોકાડો' આંતરિક પરીક્ષણમાં નિષ્ફળ જવાને કારણે વિલંબિત થયું છે. આ મેટા સુપરઇન્ટેલિજન્સ લેબ દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ મોડેલ છે. તેની ભરપાઈ કરવા માટે કંપની ચીની AI સ્ટાર્ટઅપ 'મેનસ' (Manus) ને 2 બિલિયન ડોલરમાં ખરીદવાની તૈયારીમાં છે. સાથે જ 'મોલ્ટબુક' જેવા AI પ્લેટફોર્મ્સ પર પણ દાવ લગાવી રહી છે. એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ સ્ટાફને છૂટો કરી ચૂકી છે માત્ર મેટા જ નહીં, AI પર ખર્ચ વધારવા માટે અન્ય ઘણી ટેક દિગ્ગજોએ પણ છટણી કરી છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં એમેઝોને લગભગ 16,000 કર્મચારીઓ (1% વર્કફોર્સ) ને કાઢી મૂક્યા હતા. સાસ (SaaS) દિગ્ગજ એટલાસિયને પણ AI પર ખર્ચ કરવા માટે 1,600 લોકોને છૂટા કર્યા. માઇક્રોસોફ્ટ, એક્સેન્ચર અને ટીસીએસ જેવી કંપનીઓ પણ AI માં બદલાવ વચ્ચે પોતાના વર્કફોર્સનું પુનર્ગઠન કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Iran Opens Strait of Hormuz for India LIVE : स्ट्रेट ऑफ होर्मुज से 22 जहाज रवाना,खत्म होगा LPG संकट?
    Next Article
    બેગુસરાયમાં CM નીતિશની સુરક્ષામાં ચૂક:હેલિપેડમાં બળદ ઘૂસ્યો, પોલીસકર્મીઓને દોડાવ્યા; બચવા માટે ફાયર બ્રિગેડ પર ચઢ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment