Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી,:મિડલ ઇસ્ટની તણાવની અસર:1500 કન્ટેનર પાછા ફર્યા, 400 મિલના પૈડા થંભ્યા, યોગગુરુ પ્રદીપનો શંકરસિંહ સાથેનો વીડિયો વાઇરલ

    6 days ago

    UCC મુદ્દે ઈદના દિવસે ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન વિધાનસભામાં UCC બિલ પસાર થાય તે પહેલા ઇદના તહેવારે AIMIM પાર્ટીના કાર્યકર્તાઓએ જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ.. કહ્યુ આ બિલ લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી રાજ્યભરમાં ઇદની શાંતિપૂર્ણ ઉજવણી થઇ રહી છે ત્યારે સુરતમાં રાંદેરના ઇદગાહ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકોએ એકસાથે પંક્તિબદ્ધ થઈને નમાજ અદા કરી અને એક એકબીજાને ગળે મળીને 'ઈદ મુબારક' પાઠવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હજુ સાત દિવસ માવઠાની આગાહી છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે હજુ સાત દિવસ વરસાદની આગાહી કરી છે .. આજે કચ્છ-ગીર સોમનાથ, સાબરકાંઠા સહિત 8 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે ... જોકે ભર ઉનાળે વરસાદને લીધે ખેડુતો ચિંતામાં મુકાયા છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AQI મામલે ભાજપ MLAનો કોર્પોરેશન પર આક્ષેપ સંકલન સમિતિની બેઠકમાં મનપા AQI ઓછો બતાવવાનો પ્રયત્ન કરતી હોય તેવા આક્ષેપ ભાજપના ધારાસભ્ય અમિત શાહે કર્યા છે .. કહ્યુ જ્યારે મશીન માપવા આવે ત્યારે ચાર રસ્તાની જગ્યાએ બગીચામાં પાણી છાંટી AQI માપવામાં આવે છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતની 400 મિલમાં ‘સ્વૈચ્છિક લોકડાઉન’ ઇરાન ઇઝરાયલ યુદ્ધને કારણે કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાતા ટેક્સટાઇલ સેક્ટરમાં વપરાતી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ,, જેને લીધે 400 મિલના પૈડા થંભી ગયા તો સિલિન્ડરની અછતને લીધે શ્રમિકોએ વતનની વાટ પકડી છે દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પરત ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુબઈ, ઓમાન, શારજહા, કતાર, કુવેત સહિતના દેશોના પોર્ટ હાલમાં બંધ હોવાથી મોરબીથી મોકલેલા 1500 જેટલા કન્ટેનરો પાછા ફરી રહ્યા છે. બીજી તરફ એક્સપોર્ટનું ભાડું રૂ.60 હજારથી વધીને 3 લાખે પહોચ્યુ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલી યોગગુરુ સાથે શંકરસિંહ વાઘેલાનો વીડિયો 2 કરોડની નકલી નોટોના કેસમાં ધરપકડ કરાયેલા યોગગુરુ પ્રદીપ જોટંગીયાનો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથેનો વીડિયો વાઈરલ થયો છે.. તો યોગગુરુ સામેની તપાસમાં અન્ય મોટા નામો ખુલે તેવી શક્યતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો અને ભીષણ આગ ફાટી નીકળી.. આગમાં એક શ્રમિકનું મોત જ્યારે માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા... બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મૃતકના શરીરના ચીંથરા ખેતરોમાં પડ્યા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચેટીચંડની રેલી બાદ સિંધી યુવકો પર પાઇપ-છરીથી હુમલો ચેટીચંડની રેલી બાદ ઘરે પરત ફરતા સિંધી સમાજના યુવકો પર 5થી 6 અજાણ્યા શખ્સોએ પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો, જેમાં એકને માથામાં 20થી વધુ ટાંકા આવ્યા .. અવારનવાર થતી આવી ઘટનાઓથી પોલીસ પર પ્રશ્નો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મસ્તાની ગેંગના સૂત્રધારના અન્ય બાંધકામોનું ડિમોલિશન પાટણના ઝીલિયામાં અગાઉ મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈના ગેરકાયદેસર ફાર્મહાઉસનો ગેટ તોડી પડાયા બાદ આજે અન્ય બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે અંદરો-અંદર ડખ્ખો:આસિમ મુનીરે શિયા ધર્મગુરુઓને ધમકી આપી, કહ્યું- ઈરાનથી આટલો પ્રેમ હોય તો ત્યાં જ જતા રહો
    Next Article
    રાણાવાવ 108 ટીમે વાડીમાં હાઈ-રિસ્ક પ્રસુતિ કરાવી:ગર્ભનાળ ગળા ફરતે વીંટળાયેલી હોવા છતાં માતા-બાળક સુરક્ષિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment