Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાના 1500 મેડિકલ સ્ટોરની લડત:ઓનલાઇન ફાર્મસી સામે 20મીએ દવા બજારો સજ્જડપણે બંધ રહેશે

    14 hours ago

    ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના આહ્વાન હેઠળ આગામી 20 મે બુધવારના રોજ ગુજરાત ભરના દવા બજારો સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ બંધના સમર્થનમાં યોજાનારા આ બંધને મહેસાણા કેમિસ્ટ એસોસિએશને પણ સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. જેમાં મહેસાણા શહેર સહિત જિલ્લાના તમામ 1500 કેમિસ્ટ તેમના મેડિકલ સ્ટોર(દવા દુકાન) બંધ રહેશે. કેમિસ્ટોએ કહ્યું કે, આ આંદોલન કેમિસ્ટોના અસ્તિત્વ અને વેપારના રક્ષણ માટે કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. એસોસિએશન દ્વારા ઓનલાઈન ફાર્મસી પર સદંતર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ઓનલાઈન દવાઓના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે તેમજ નાના કેમિસ્ટોના વેપાર પર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત મોટા કોર્પોરેટ ગૃહો દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ સામે પણ કેમિસ્ટોએ અવાજ ઉઠાવ્યો છે. એસોસિએશનના મતે આવી અસમાન સ્પર્ધાના કારણે નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે અને સમાન કાયદો – સમાન વેપારની નીતિ અમલમાં મૂકવી જરૂરી બની છે. નોર્થ ઝોન ઉપપ્રમુખ અને મહેસાણા શહેર કેમિસ્ટ એસો પ્રમુખ હિંમાશુભાઇ પટેલએ કહ્યું કે, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના નોર્થ ઝોનના 3500 કેમિસ્ટ, જેમાં મહેસાણા શહેરના 450 સહિત જિલ્લાના 1500 કેમિસ્ટ છે. આ તમામ કેમિસ્ટ આગામી તા. 20મીએ ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં દવા બજાર સજ્જડ બંધ પાળશે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય તંત્રનું મચ્છરોને ડામવા સર્વેલન્સ:મેલેરિયા મુક્ત અભિયાન હેઠળ 4.21 લાખ ઘરોનો સર્વે પૂર્ણ, બેદરકાર એકમોને નોટિસ
    Next Article
    રાજ્યના પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી:દારૂ કેસમાં મહેસાણા તાલુકા પીઆઇ અને જમાદાર સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment