Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્કિમમાં હિમવર્ષા-ભૂસ્ખલન, 1500 ટૂરિસ્ટ ફસાયા:16 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ; યુપીમાં વીજળી પડવાથી 3 દિવસમાં 15ના મોત

    13 hours ago

    સિક્કિમના મંગન જિલ્લામાં રવિવારે લાચેન-ચુંગથાંગ રોડ પર ભારે વરસાદ અને હિમવર્ષા થઈ. આના કારણે ભૂસ્ખલન પણ થયું અને રસ્તામાં મોટી-મોટી તિરાડો પડી ગઈ. અહીં 1500 પ્રવાસીઓ ફસાયા છે. અહીં આજે સવારથી જ પ્રવાસીઓનું રેસ્ક્યુ ચાલુ છે. આ તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતના હવામાનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી ધામ સહિત 3 જિલ્લામાં રવિવારે હિમવર્ષા થઈ. જ્યારે 6 જિલ્લામાં વરસાદ સાથે કરા પડ્યા. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિના ઊંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ. ગોંદલામાં 28.5 સેન્ટિમીટર, કેલાંગમાં 20.0 સેમી, હંસામાં 5 સેમી બરફ પડ્યો. જ્યારે શિમલા, કુલ્લુ અને મંડીમાં કરા પડવાથી સફરજનના પાકને નુકસાન થયું. યુપીમાં વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાથી 72 કલાકમાં 15 લોકોના મોત થયા છે. કાશી, ગોંડા, સુલતાનપુર અને કાનપુર સહિત 11 જિલ્લામાં રવિવારે છૂટોછવાયો વરસાદ થયો. કાનપુર, મથુરા, સંભલમાં કરા પડ્યા. રાજસ્થાનમાં આજથી નવી વેધર સિસ્ટમ સક્રિય થશે. 14 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ છે. દિલ્હી-NCR અને હરિયાણાના કેટલાક ભાગોમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે. દેશભરમાં વરસાદ-બરફવર્ષાની 3 તસવીરો… આગામી બે દિવસ હવામાનની સ્થિતિ 5-6 એપ્રિલ- હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ઓડિશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાની સંભાવના છે. આંધ્રપ્રદેશ, કેરળ અને પુડુચેરીમાં કરા પડવાની આશંકા છે. જ્યારે, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ થઈ શકે છે. પંજાબ અને રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ 60 કિમી/કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ-ઈરાન અને અમેરિકા વચ્ચે 45 દિવસના યુદ્ધવિરામ પર વાતચીત:આગામી 48 કલાક છેલ્લી તક, જો સમજૂતી ન થઈ તો ઈરાન પર મોટા હુમલા થશે
    Next Article
    અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી:ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા, બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment