Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.1500 કરોડના સાઈબર ફ્રોડ કેસમાં આરોપીની જામીન અરજી રદ:15થી વધુ આરોપીની ગેંગ ઓનલાઈન ગેમિંગ મારફત સેંકડો લોકોના નાણાની ઉચાપત કરી હોવાની સેશન્સ કોર્ટે નોંધ લીધી

    6 days ago

    અલગ-અલગ નામના ગેમિંગ પોર્ટલ બનાવી સાઈબર ફ્રોડ મારફત અનેક લોકોના કરોડો રૂપિયા વિડ્રો કરી 1500 કરોડના સાઈબર ફ્રોડના ભાગીદાર હિરેન અશ્વિનભાઈ લીંબાસીયા (ઉં.વ.29)ની રેગ્યુલર જામીન અરજી અધિક સેશન્સ જજ ટી.એસ. બ્રહમભટ્ટએ રદ કરી છે. આરોપીની વધુ રિમાન્ડ માટેની અરજી કરાઈ હતી જય નાદપરા નામના મુખ્ય આરોપીએ પોતાના અલગ-અલગ ખાતાઓમાં જુદા-જુદા ગેમિંગ પોર્ટલો હેઠળ 10થી વધુ સહઆરોપીઓ સાથે મળીને સાઈબર ફ્રોડથી 14.50 કરોડ જેટલી રકમ ગુનાહીત રીતે મેળવી હતી. આ આરોપીની તપાસ દરમિયાન પોલીસની જાણમાં આવ્યું કે, તેમણે પોતાના 10થી વધુ સહઆરોપીઓ મારફત 1500થી વધુ કરોડના ગુનાહીત વ્યવહારો કર્યા છે. આ તપાસ દરમિયાન આરોપી હિરેન લીંબાસીયાએ ઘણા લોકોને આ ગુનાહીત પ્રવૃતિમાં સામેલ કરી 24.50 કરોડ રૂપિયાના સાઈબર ફ્રોડ આચાર્ય છે. તેણે વિવેક ભાલીયા અને કેતન આડેસરા મારફત દુબઈમાં કોન્ટેકટ કરી બહારના દેશો સાથે સાંઠગાંઠ ધરાવતા લોકોનો સાથ-સહકાર મળ્યો હતો. આરોપી હિરેન લિંબાસીયાની પ્રાથમિક રિમાન્ડ દરમિયાન હકિકતો બહાર આવતા આરોપીની વધુ રિમાન્ડ માટેની અરજી કરવામાં આવી હતી. આરોપીની અટક ગેરકાનુની હોવાથી જામીન મુકત કરવા રજૂઆત કરાઈ બચાવ પક્ષે કેસની હકિકતો અંગે દલીલો કરવાનુ ટાળી આરોપીની અટક ગેરકાનુની હોવાથી તેમને જામીન મુકત કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના સમર્થનમાં આરોપી વતી જણાવવામાં આવ્યું કે, કાયદાની જોગવાઈ મુજબ આરોપીની ધરપકડના 24 કલાકમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાના બદલે આ આરોપીને 36મી કલાકે રજૂ કર્યો હોવાથી તેની ધરપકડ ગેરકાનુની છે, તેથી આ આરોપીને જામીન મુકત કરવા જોઈએ. ગુનામાં સંકળાયેલ હોવાનુ જણાઈ ત્યારે જ પોલીસ તેની ધરપકડ કરેઃ સરકારી વકીલ જેની સામે સરકાર વતી જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, આરોપીની અટક અને આરોપીની ધરપકડ બંને અલગ બાબતો છે. 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાની જોગવાઈ ધરપકડના સમયથી શરૂ થાય છે. કોઈ વ્યકિતને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે ઘરેથી લઈ જઈ તેઓ ખરેખર આરોપી છે કે કેમ? તેની ખરાઈ કરવામાં આવે તે સમયગાળાને ધરપકડ કહી શકાય નહીં. આવી વ્યકિતની પૂછપરછ દરમિયાન તેઓ ગુનામાં સામેલ હોવાનુ જણાઈ ત્યારે તેની ધરપકડ કરવામાં આવે છે. હાલનો ગુનો સાઈબર ફ્રોડનો હોવાથી પૂછપરછ દરમિયાન કોઈ દસ્તાવેજી પુરાવો મળી આવે નહીં, પરંતુ પૂછપરછ દરમિયાન તેઓએ જાહેર કરેલા હકિકતોથી તેઓ ગુનામાં સંકળાયેલ હોવાનુ જણાઈ ત્યારે જ પોલીસ તેની ધરપકડ કરે છે. આરોપી હિરેન લીંબાસીયાની રેગ્યુલર જામીન અરજી રદ હાલના કેસમાં આરોપી હિરેનની ધરપકડના 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તે સમયે આરોપીએ મેજિસ્ટ્રેટ સાહેબ રૂબરૂ ગેરકાનુની ધરપકડનો કોઈ બચાવ લીધો ન હતો. સરકાર તરફેની આ રજૂઆતો અને કેસના ગુણદોષો તથા સાઈબર ફ્રોડની માતબાર રકમ અંગેની રજૂઆતોના અંતે અધિક સેશન્સ જજ ટી. એસ. બ્રહમભટ્ટ સાહેબે આરોપી હિરેન અશ્વિનભાઈ લીંબાસીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર વતી જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા અને મદદગારીમાં એ. પી. પી. અતુલભાઈ જોષી રોકાયેલા હતા.
    Click here to Read More
    Previous Article
    ઈદ પર ભોપાલમાં 'અમેરિકા-ઇઝરાયલ મુર્દાબાદ'ના નારા લાગ્યા:રાજસ્થાનમાં લોકોએ કાળી પટ્ટી બાંધી; બંગાળમાં બાબરી મસ્જિદના સ્થળે પહેલીવાર નમાજ અદા કરવામાં આવી
    Next Article
    પોલીસકર્મી પર છરી વડે હુમલાનો પ્રયાસ:ચિત્રા વિસ્તારમાં માથાકૂટ શાંત પાડવા ગયેલી પોલીસ પર હુમલો, PCR વાનમાં પણ તોડફોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment