Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોરજની 150 કરોડની જમીન પચાવવાનો વિવાદ વકર્યો:કોંગ્રેસે કહ્યું- જમીન પચાવવા IGએ ગોલ્ડી નામનો ગુંડો અને વહીવટદાર રાખ્યા, સરકાર મોઢું દબાવવા ઘાતક હુમલો કરાવી શકે

    6 hours ago

    ગાંધીનગરના ખોરજમાં ઠાકોર સમાજની રૂ. 150 કરોડની જમીન પચાવી પાડવાના કથિત ષડયંત્ર મામલે હાઈકોર્ટે રવિ ઠાકોર સામેની અપહરણની ફરિયાદ રદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસે રાજ્ય સરકાર અને પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને લાલજી દેસાઈએ ગાંધીનગર રેન્જ IG તથા અડાલજ PI પર વહીવટદારો અને ગુંડાઓ મારફતે જમીન પચાવી પાડવા તેમજ દારૂની લાઇન ચલાવવાનો આરોપ લગાવી જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી જેલમાં મોકલવાની માગ કરી છે. ક્યાં નિમ્ન કક્ષાના IGના કહેવાથી ખોટી ફરિયાદ કરીઃ મેવાણી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ખોરજની ઠાકોર સમાજની 150 કરોડની જમીન ઘસી નાખવાના ષડયંત્રના ભાગરૂપે જે રવિ ઠાકોર સામે કોડનેપિંગનો ગુનો દાખલ કરાયો હતો, તે નામદાર હાઈકોર્ટે રદ કરી નાખ્યો. ત્યારે ક્યાં નિમ્ન કક્ષાના IGના કહેવાથી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી, તેમજ જગદીશ ઠાકોરના નામની પણ સંડોવણી કરવામાં આવી હતી, તે સૌથી મોટો સવાલ છે. '11 કરોડની માગ કરનાર સામે કાર્યવાહી કેમ નહિ?' રવિ ઠાકોરે આ IG સામે આક્ષેપ કર્યો છે કે, ખોરજની જમીનમાં 11 કરોડ રૂપિયા માંગ્યા હતા. જે પૈકી 70 લાખ રૂપિયાનું પેમેન્ટ અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ પાસે થયું હતું. તે બાદ પણ પરિવાર દસ્તાવેજ માટે રાજી ના થતા પોલીસ રવિ ઠાકોર સહિતના પરિવારને કિડનેપિંગ કરવા માટે ભરતી હોવાથી રવિ ઠાકોરને કાજલ ઠાકોરના ઘરે સંતાઈને રહેવું પડ્યું હતું. મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને સવાલ છે કે, જેની સામે 11 કરોડની માંગણીનો અને જે પીઆઇ સામે 70 લાખ લેવાનો આરોપ છે, જે પોલીસે પીડિત પરિવારને હેરાન કરી તેની સામે ફોજદારી ગુનો દાખલ કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં કેમ નથી માંગતા? 'ક્યાં IG રેન્કના અધિકારીએ ગોલ્ડી નામના માણસને ભાડેથી રાખ્યો?' વધુમાં આક્ષેપ કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે હિયરિંગ દરમિયાન એવી ટિપ્પણી કરી હતી કે અમને ખબર છે. તો રાજ્યની સરકારને અમારો સીધો સવાલ છે કે. કયો IG છે જે ગરીબ ઠાકોર સમાજની અને અન્ય જમીનો ઘસી પોતાની પત્નીના ગળામાં નેકલેસ બનાવવા માગે છે અને આવી જમીનમાંથી માલ કમાવવા માગે છે આ કોણ છે? શું ગાંધીનગરમાં બેસનારા IG રેન્ક અધિકારીએ કેટલાક સમાજના ગરીબ લોકોની જમીન ઘસી નાખવા માટે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ગુંડાઓની ટોળીને ઓપરેટ કરનારા ગોલ્ડી નામના માણસને ભાડેથી રાખ્યો છે? આ ગોલ્ડી ગાંધીનગરમાં બેસતા પોલીસ ઇન્સ્પેક્ટરનો સગો ભાઈ છે? અને આ પોલીસ ઇન્સ્પેક્ટર, ગોલ્ડી અને IG એકબીજા સાથે મળીને અનેક જમીન ઘસીને તગડા થયા છે અને રીયલ એસ્ટેટમાં મોટા ઇન્વેસ્ટ કર્યા છે, શું આ વાત સાચી છે? 'વિક્રમ, વિરેન્દ્ર અને વાસુ કયા IGના વહીવટદાર છે' IGએ ત્રણ વહીવટદાર રાખ્યા હોય તેવો આક્ષેપ કરી જીગ્નેશ મેવાણી જણાવ્યું કે, વિક્રમ, વિરેન્દ્ર અને વાસુ કયા IGના વહીવટદાર છે. ક્યાં IG એ અરવલ્લી, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર પંથકમાં દારૂની લાઇન ચલાવવા માટે આ ત્રણ વહીવટદારને રાખ્યા છે? આ ત્રણેય વહીવટદાર અલગ અલગ નંબર પ્લેટ વગરની ગાડીઓ IGની છે કે પછી ખોટી આવકમાંથી ભેગી કરી છે? જે દારૂ રાજસ્થાનમાંથી થવા દે છે તેના પાયલોટિંગ માટે મંથન નામના વહીવટદારને IG સાહેબે રાખ્યો છે? આ જે વહીવટદાર છે તે પૈકી વીરેન્દ્ર નામનો વહીવટદાર રાજ્ય સરકારને ખબર ના પડે તે રીતે દર વર્ષે પાપની કમાઈના પૈસા હવાલા મારફતે વિદેશમાં વાત કરવા માટે નિયમિત ત્રણથી ચાર વખત જાય છે શું વાત સાચી છે? એવા પણ સમાચાર છે કે જેવી ગાંધીનગર રેન્જ IGની બદલી થશે, ત્યારે આ વહીવટદાર બધી જ સંપત્તિ ભેગી કરી વિદેશમાં તેના હવાલા પાડી કાયમ માટે અમેરિકા સિફ્ટ થવા માટેની તૈયારી કરી રહ્યો છે. તો રાજ્યની સરકાર આનાથી અવગત હોય તો તેનો પાસપોર્ટ 24 કલાકમાં જપ્ત કરવા માંગે છે કે કેમ? 'PIએ તાજેતરમાં પાંચ કરોડનો બંગલો વસાવ્યો' વધુમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે કથિત પૈસા લેવાનો આરોપ છે તે સંજયે પોતાના વતનના ગામમાં અડાલજ પોલીસ સ્ટેશન સંભાળ્યા બાદ 60 વીઘા એટલે કે, એક-એક કરોડ સુધીના કિંમતની જમીન ખરીદી છે અને તાજેતરમાં પાંચ કરોડનો બંગલો વસાવ્યો છે. આવા અનેક ગંભીર સવાલો પોલીસના લોકો પાસેથી જ સામે આવી છે. હાઇકોર્ટે ફરિયાદ રદ કરી તે છતાં આ અધિકારીઓ સામે કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી, જેથી કોંગ્રેસ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને આ લડત છોડવાના નથી તેવી જાહેરાત કરીએ છીએ. મુખ્યમંત્રી પાસે સમય માગ્યો પણ ન આપ્યોઃ જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપની સરકારમાં દમ હોય અને ગૃહ વિભાગમાં દમ હોય તો રાજ્ય સરકારના પ્રવક્તા, સંગઠનના પ્રવક્તા આ અંગે જવાબ આપે. કહેવા માંગીએ છીએ કે, ગૃહ મંત્રી અને અધિકારીઓ અને ભાજપની સંગઠન જ્યાં નક્કી કરે ત્યાં જાહેર ડેબિટ કરવા માટે અમે તૈયાર છીએ. મુખ્યમંત્રીને ફોન કરીને બનાવ અંગે જાણ પણ કરી અને સમય આપો તેવી માગ કરી છતાં સમય આપવામાં આવતો નથી. કાનૂની રીતે સલાહ સૂચના લઈને અનેક ખુલાસા બહાર પાડીશું. ગુજરાતના ઈતિહાસમાં કોઈ IPS અને IAS પર ફરિયાદ નથી તેવી ફરિયાદ હાઈકોર્ટમાં જઈને કરવામાં આવે તેવી તૈયારીઓ કરી છે. 'અમે જાહેરમાં ડેબિટ કરવા માટે પણ તૈયાર છીએ' વધુમાં જગદીશ ઠાકોર જણાવયું કે, ભ્રષ્ટાચાર કરે તેને ગંગાજળ છાંટીને છોડી દેવામાં આવે કે પછી તેને જેલમાં ધકેલવામાં આવે? પવિત્ર ગંગાજળનો ઉપયોગ ભ્રષ્ટાચારીઓ પર છાંટવા માટે કરવામાં આવે છે, તેને બધું માફ કરી દેવા કરવામાં આવે છે. જો સરકારમાં તાકાત હોય તો અને ભ્રષ્ટાચારનો રૂપિયો ભાજપના કાર્યાલય સુધી ન પહોંચતો હોય તો બે પાંચને જેલમાં નાખો. સરકારના જવાબદાર લોકો આનો જવાબ આપે તેવી આશા રાખીએ છીએ. અમે જાહેરમાં ડેબિટ કરવા માટે પણ તૈયાર છીએ. 'સરકાર મોઢું બંધ કરાવવા ગમે તે કરી શકે' ખોરજ જમીનની વાત હતી ત્યારે નટુજી ઠાકોર, સાંસદ ભરત ડાભી અને ધારાસભ્ય અલ્પેશ ઠોકર ત્રણેય પાસે વિગતે વાત મૂકી હતી. ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓના કહેવા બાદ પણ કોઈ કામગીરી થતી નથી તો મોટા લોકો સંડોવાયેલા હોય તો જ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તે ઘણું બધું કહી જાય છે. ગોલ્ડી અને અસામાજિક તત્વો ગુજરાતને લૂંટવા આવશે. આ સરકાર મોઢું બંધ કરાવવા ગમે ત્યારે અમારા પર ઘાતક હુમલો કરાવી શકે છે. નવા-નવા કાયદા ખેડૂતોની જમીન છીનવી રહ્યા છે: લાલજી દેસાઈ ઓડિશાના પ્રભારી લાલજી દેસાઈએ જણાવ્યું કે, નવું વર્ષ ગુજરાતના ગરીબ અને વંચિતો માટે ખૂબ રહેવાનું છે. ગુજરાતના 3 લાખ ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા છે અને 7-12માંથી નામ પણ નીકળી ગયા છે. એક પછી એક નવા-નવા કાયદા ખેડૂતોની જમીન છીનવી રહ્યા છે. ગયા વર્ષે 8 લાખ દસ્તાવજે ખેડૂતના ખેતરના થયા છે. એટલી કહી શકાય કે ગરીબ જમીન વહેંચે અને IAS અને IPS આ બધી જમીન ખરીદી રહ્યા છે, એટલે ગરીબ ખેડૂતની જમીન આ લોકો ખરીદી રહ્યા છે. સરકાર માટે બે માટે મજા છે કે ભ્રષ્ટાચારના પૈસા મળે છે અને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ પૈસા મળી રહ્યા છે. 38 ટકા પરિવાર એક હેકટર કરતા ઓછી જમીન ધરાવે છે અને ગામડાના 45 ટકા પરિવાર એવા છે જેના પાસે જમીન નથી. જમીન વહેંચવાનો કરશો જે ચાલે છે તે ખૂબ ખતરનાક છે. 'પોલીસ પણ આ જમીન ખરીદીમાં સંડોવાયેલી' વધુમાં લાલજી દેસાઈએ કહ્યું કે, નાવડીયાળી ગામમાં 532 સર્વે નંબરની જમીન અમદાવાદના રહેતા એક ગુંડા વિરાટ બાબુભાઈ પટેલ જે ખેડૂત નથી અને જમીન પચાવી પાડે છે અને તે ચેક કોઈ પંજાબના વ્યક્તિના નામે આપે છે તે ચેક બેંકમાં જમા કરાવ્યા બાદ બાઉન્સ થાય છે. પરંતુ જેની જમીન હતી તેમને એક રૂપિયો મળ્યો નથી. તે સમયે 7 કરોડ રૂપિયાની જમીનની કિંમત હતી, આજે તે જમીનની કિંમત 14 કરોડ રૂપિયા છે. પોલીસ પણ આ જમીન ખરીદીમાં સંડોવાયેલી હોવાથી કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. જો કોઈની જમીન આવા લોકોએ ઘસી નાખી હોય તો તમે અમારો સંપર્ક કરજો અને તમારી જમીન પરત અપાવવા માટે લડત લડીશું. હાઈકોર્ટના કહ્યા બાદ પણ જમીન પચાવી પાડનાર સામે ફરિયાદ નથી નોંધવામાં આવતી. કોંગ્રેસના નેતાઓ આંદોલન અને કાનૂની લડાઈથી લડત લડશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ મહિલા રાઇડર પાછળ બેઠા:ગિગ વર્કર્સની રેલીમાં કહ્યું- અમે તમને મજૂર નહીં, પાર્ટનર બનાવવા માંગીએ છીએ, ભાજપ અબજોપતિઓને ફાયદો પહોંચાડી રહી છે
    Next Article
    રણુજા જતા પદયાત્રી સંઘને ઈક્કો કારે અડફેટે લીધા:ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, લીંબડી-ધંધુકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment