Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલો મુસાફર 150 મીટર ઢસડાયો,શોકિંગ CCTV:વડોદરા સ્ટેશન પર દીકરી માટે કોલ્ડ્રીક્સ લેવા ઉતર્યા બાદ ચાલુ ટ્રેનમાં ચડવા જતા અકસ્માત સર્જાયો

    1 day ago

    વડોદરા રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક મુસાફરનો પગ લપસતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા અને અંદાજિત 150 મીટર સુધી ઢસડાયા હતા.અકસ્માતની જાણ થતા જ ટ્રેન રોકી દેવામાં આવી હતી અને આસપાસથી મુસાફર અને રેલવે સ્ટાફ દોડી આવ્યો હતો. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા મુસાફરને મહામહેનતે બહાર કાઢ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. હચમચાવી નાખતા અકસ્માત રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો જે હવે સામે આવ્યા છે. દીકરી માટે કોલ્ડ્રીક્સ લેવા ઉતર્યા'ને અકસ્માત સર્જાયો મૂળ મુંબઈના રહેવાસી સુરેશભાઈ તુનગરિયા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. બુધવારે સાંજના સમયે જયપુર એક્સપ્રેસ જ્યારે વડોદરા સ્ટેશન પર ઉભી રહી ત્યારે દીકરીને કોલ્ડ્રીક્સ પીવું હોય સુરેશભાઈ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. તેઓને એમ હતું કે, ટ્રેન લાંબો સમય સુધી સ્ટેશન પર સ્ટોપ કરશે. પરંતુ, 2 મિનિટમાં જ ટ્રેન ઉપડી જતા તેઓ સ્ટેશન પર દોડીને ટ્રેનમાં ચડવા ગયા હતા. આ સમયે અકસ્માતે પગ લપસતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા બૂમાબૂમ મચી ગઈ હતી. ટ્રેન ઉભી રાખી મુસાફરને લોહીલુહાણ હાલતમાં બહાર કઢાયા ઘટનાના પગલે સ્ટેશન પર હાજર રેલવે અને RPFનો સ્ટાફ દોડી આવ્યો હતો. સ્ટેશન પરનું દૃશ્ય જોઈ સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. સુરેશભાઈ ટ્રેન અને પ્લેકફોર્મ વચ્ચે કણસતી હાલતમાં ફસાયેલા હતા. સ્ટાફ દ્વારા મહામહેનતે તેને બહાર કાઢ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતનો બનાવ પ્લેટફોર્મ પરના CCTVમાં કેદ થયો વડોદરા રેલવે સ્ટેશન પર બુધવારે સાંજના સમયે બનેલો આ અકસ્માત પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ટ્રેન ચાલુ થતા જ સુરેશ તુનગરિયા અને અન્ય એક મુસાફર દોડે છે. સુરેશભાઈ ટ્રેનમાં ચડવા જતા ચડી શકતા નથી અને ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે. સુરેશભાઈ સિવાય અન્ય એક મુસાફર હોય છે તે તેને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, ટ્રેનની સ્પીડ વધુ હોવાના કારણે તેઓને સફળતા મળતી નથી અને પ્લેટફોર્મ પર 150 મીટર સુધી ઢસડાતા જોવા મળી રહ્યા છે. ઈજાગ્રસ્તના જણાવ્યા મુજબ, તેમને ટ્રેન પ્લેટફોર્મ પર આશરે અડધો કલાક સુધી ઊભી રહેશે તેવી માહિતી હોવાનો ભ્રમ હતો. જોકે, ટ્રેન માત્ર બે મિનિટમાં જ ઉપડી જતાં તેઓ ઉતાવળમાં ટ્રેન પકડવા દોડ્યા હતા અને આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. 12 દિવસ પહેલા વડોદરા જેવો જ બનાવ રાજકોટ સ્ટેશન પર બન્યો હતો વડોદરા સ્ટેશન પર સર્જાયેલા અકસ્માત જેવો જ બનાવ 12 દિવસ પહેલા રાજકોટ રેલવે સ્ટેશન પર બન્યો હતો. મડગાંવ-હાપા ટ્રેનમાં ચડવા જતા એક મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો હતો. જો કે, જે તે સમયે ઘટનાસ્થળ પર હાજર RPF જવાને હિંમત દાખવી મુસાફરને ખેંચી લેતા જીવ બચી ગયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુમાં લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવતાં છોકરીની હત્યા:પહેલાં લગ્નની જાણ થતાં લગ્ન કરવાની ના પાડી; છોકરાના ભાઈએ ચાકુ માર્યું
    Next Article
    કુબેરભંડારી મંદિરે અષાઢી બીજ-અમાસ નિમિત્તે વિશેષ આયોજન:ભગવાન જગન્નાથજી સ્વરૂપ દર્શનનો હજારો ભક્તોએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment