Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:ઉ.ગુ.યુનિવર્સિટીના પદવીદાનમાં 150માં 92 દીકરીઓ

    5 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 10 એપ્રિલના રોજ યોજાનાર પદવીદાન સમારોહમાં વર્ષ 2025માં વિવિધ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ સાથે ડિગ્રી મેળવનાર 150 તેજસ્વી છાત્રોને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ 150 પદવીધારકોમાંથી 92 વિદ્યાર્થિનીઓ (61.33%) છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 58 (38.66%) છે. ખાસ કરીને હ્યુમેનિટીઝ, સોશિયલ સાયન્સ અને એજ્યુકેશન જેવા વિષયોમાં તો દીકરીઓએ એકહથ્થુ શાસન જમાવ્યું છે. એમાંય ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 50 વિદ્યાર્થીઓ સાથે મહેસાણા જિલ્લો મોખરે છે. યુનિવર્સિટી દ્વારા પસંદગી કરેલ પદવીધારકોની યાદીમાં ઉચ્ચ અભ્યાસ સાથે હવે સંશોધન ક્ષેત્રે પણ દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે, ઉત્તર ગુજરાતની દીકરીઓ હવે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અવ્વલ રહી છે. યુનિવર્સિટીના આંકડા મુજબ પદવીદાનમાં સામેલ પીએચડીના સંશોધકોમાં પણ મહિલાઓની સંખ્યા નોંધપાત્ર છે. સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી જેવા ભાષાકીય વિષયોમાં સંશોધન કરનાર 70% થી વધુ પદવીધારકો મહિલા છે. આ ઉપરાંત, લો અને સાયન્સ જેવા વિષયોમાં પણ વિદ્યાર્થિનીઓએ જટિલ વિષયો પર સંશોધન કરી ડોક્ટરેટની પદવી હાંસલ કરી છે. 10 એપ્રિલનો દિવસ નારીશક્તિના વિજય સમાન બની રહેશે, જ્યાં રાજ્યપાલના હસ્તે પદવી લેવા માટે લાઈનમાં ઊભેલી દર 10 માંથી 6 દીકરીઓ હશે. ક્યા અભ્યાસમાં દીકરીનો દબદબો ઉ. ગુ.માં સૌથી વધુ 50 વિદ્યાર્થીઓ સાથે મહેસાણા જિલ્લો મોખરે
    Click here to Read More
    Previous Article
    શાંતિ તિવારી હત્યા કેસ:શાંતિ તિવારી હત્યાના મુખ્ય આરોપી દંપતી જેલ હવાલે, ભાડૂતી 2 સગીરને મહેસાણા મોકલાયા
    Next Article
    Ex-UN Nuclear Watchdog Head Urges Gulf Nations To Stop "Madman" Trump's Attacks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment