Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:પેટ્રોલ મોંઘું થતાં રોજ 150 કિમી અપડાઉન કરતા નોકરિયાતને મહિને રૂ.750 સુધીનો ખર્ચ વધ્યો... હવે જરૂર પૂરતું જ ભરાવે છે

    12 hours ago

    પેટ્રોલના ભાવમાં વધારા સાથે ટુ-વ્હીલરચાલકોના રોજિંદા પરિવહનનો ખર્ચ વધ્યો છે. નોકરી-ધંધા માટે રોજ લાંબા અંતરનું અપડાઉન કરતા લોકોના બજેટ પર પેટ્રોલ ઉપરાંત એન્જિન ઓઇલ અને વાહનની સર્વિસના વધતા ખર્ચની પણ અસર પડી રહી છે. શહેરના 50થી વધુ યુવાનો સાથે વાતચીત કરી, જેમાં ખર્ચ સરભર કરવા કેટલાક વાહનચાલકો જરૂર પૂરતું પેટ્રોલ પુરાવી રહ્યા છે. બીજી તરફ, સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર બજારમાં પણ ખરીદ-વેચાણની પેટર્ન બદલાઈ રહી છે. મહેસાણામાં ઓક્ટોબર 2025માં પેટ્રોલનો ભાવ રૂ.94.54 પ્રતિ લિટર હતો, જે હવે રૂ.107.03 થયો છે. એટલે કે પ્રતિ લિટર રૂ.12.49નો વધારો થયો છે. પેટ્રોલના ભાવવધારાની અસર રોજ બાઇકથી લાંબી મુસાફરી કરતા નોકરિયાત વર્ગ પર પડી રહી છે. ઉપરાંત, છ મહિના પહેલાં 900 એમએલ એન્જિન ઓઇલની‎ બોટલ રૂ.450માં મળતી હતી,‎ જેનો ભાવ હવે રૂ.770 થયો છે.‎ આમ, એક જ બોટલના ભાવમાં ‎રૂ.320નો વધારો થયો છે.‎ ખાનગી ગેરેજમાં સર્વિસની ‎મજૂરીમાં પણ રૂ.50નો વધારો‎ થયો હોવાનું વાહનચાલકો ‎જણાવે છે. દોઢથી બે મહિને એક‎ વખત સર્વિસ કરાવવી પડતી ‎હોવાથી આ ખર્ચ પણ બજેટને‎ અસર કરે છે.‎ અપડાઉનમાં વર્ષે 8 થી 9 હજાર વધારાનો ખર્ચ ખાનગી કંપનીમાં નોકરી કરતા વિપુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, મારે રોજ 150 કિમીનું અપડાઉન થાય છે. પેટ્રોલના ભાવ વધતાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મહિને આશરે રૂ.750નો વધારાનો ખર્ચ થાય છે. આમ, વર્ષે લગભગ રૂ.8 થી 9 હજારનો વધારાનો બોજો પડે છે. પેટ્રોલ પાછળનો ખર્ચ વધતાં ઘરખર્ચના અન્ય હિસાબોમાં પણ સંતુલન જાળવવું પડે છે. ટાંકી ફુલના બદલે જરૂર ‎પૂરતું પેટ્રોલ ભરાવે છે‎ ‎પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ,‎ ભાવ વધ્યા હોવા છતાં પેટ્રોલની માંગમાં‎ ખાસ ઘટાડો નથી. નાના વાહનચાલકો હવે‎ જરૂરિયાત મુજબ જ પેટ્રોલ પુરાવે છે.‎ અગાઉ ટાંકી ફુલ કરાવતા નિયમિત ગ્રાહકો ‎હવે સપ્તાહમાં બે વખત થોડું-થોડું પેટ્રોલ‎ પુરાવવાનું પસંદ કરે છે. રૂ.100થી ઓછું‎ પેટ્રોલ ભરાવતા ગ્રાહકોની સંખ્યામાં પણ‎ અગાઉની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.‎
    Click here to Read More
    Previous Article
    રજૂઆત કરવા ગયેલા વેપારીઓ સાથે ગેરવર્તન કરાયાનો આક્ષેપ:સુરેન્દ્રનગરની હોસ્પિટલે દૂષિત પાણી છોડતાં 50 દુકાનદારો પરેશાન
    Next Article
    Fed Holds Key Rates Steady For 'Dual Mandate'; Awaits Info For Policy Stance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment