Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભમન ગિલ ડબલ સેન્ચુરીની નજીક પહોંચ્યો:150 રન ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટર બન્યો, 406 રનના ચેઝમાં ભારતનો સ્કોર 300ને પાર

    22 hours ago

    વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી વન-ડેમાં કેપ્ટન શુભમન ગિલ 103 બોલમાં 176 રન બનાવીને રમી રહ્યો છે. ગુવાહાટીમાં 406 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ટીમ ઈન્ડિયાનો સ્કોર 34 ઓવરમાં 332/2. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર હાજર છે. બુધવારે રોહિત શર્મા વન-ડેમાં 12 હજાર રન પૂરા કરનારો ત્રીજો ભારતીય બેટર બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતે 72 બોલમાં પોતાની કારકિર્દીની 35મી સેન્ચુરી ફટકારી હતી. તે 101 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી 19 બોલમાં 29 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ ટીમે વન-ડે ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ગુવાહાટી ખાતે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 405 રન બનાવ્યા હતા. આ પહેલાં ટીમનો સર્વોચ્ચ સ્કોર 389 રન હતો, જે તેમણે 2019માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જ્હોન કેમ્પબેલ (101), શાઈ હોપ (104) અને આમીર જંગુ (114)એ શાનદાર સદીઓ ફટકારી હતી. ભારત માટે કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને ગરનૂર બરારે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 વિકેટ મળી હતી. આ મેચ દરમિયાન કુલદીપ યાદવે વન-ડેમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી છે અને આ સિદ્ધિ મેળવનાર તે 9મો ભારતીય બોલર બન્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), આમીર જાંગુ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેયડન સીલ્સ અને વિટેલ લૉઝ.
    Click here to Read More
    Previous Article
    1 October Panchang: अश्विन कृष्ण पंचमी पर बन रहे खास योग, जानें शुभ मुहूर्त, राहुकाल और पूरा पंचांग
    Next Article
    'રાજસ્થાન વિધાનસભામાં ટિકિટ અપાવવા માટે મેવાણીએ 4 લાખ લીધા':વડગામના ટોકરિયાની સભામાં હોબાળા બાદ પૂર્વ સરપંચનો આક્ષેપ, મેવાણીએ કહ્યું- 'પુરાવા હોય તો આપે'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment