Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં નેત્ર યજ્ઞ,150 લોકોની આંખો તપાસાઈ:27 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે પસંદ કરાયા

    12 hours ago

    બીલીમોરા એસટી ડેપો ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક નેત્ર યજ્ઞ અને આયુર્વેદિક તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કુલ 150 લોકોની આંખો તપાસવામાં આવી હતી, જેમાંથી 27 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે પસંદ કરાયા હતા. આ તપાસ દરમિયાન, 80 થી વધુ જરૂરિયાતમંદ લોકોને દૂર અને નજીકના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 6 દર્દીઓની આંખની વેલ ઝાંખપની વિશેષ તપાસણી પણ કરવામાં આવી હતી. ધકવાડા આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આ કેમ્પમાં 150 દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞનું આયોજન બીલીમોરા જાયન્ટ્સ ગ્રુપના ભીષ્મપિતામહ સ્વર્ગસ્થ બી.એચ. પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ, જય જલારામ માનવસેવા ટ્રસ્ટ અને સ્વર્ગસ્થ બી.એચ. પટેલ પરિવારના સંયુક્ત આર્થિક સહયોગથી તથા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ગુરુકુળ સુપાના સહયોગથી આ કેમ્પ સફળ બન્યો હતો. બીલીમોરા ડેપો મેનેજર સુનિતાબેન તાબિયાડ પણ ઉપસ્થિત રહી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    MLA ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત 5 દોષિતોને જામીન:હાઇકોર્ટે નોંધ્યું તેઓ મુખ્ય આરોપી નહીં અને તેના દ્વારા કોઈને ઇજા નહીં, ફોરેસ્ટ કર્મચારીઓને માર મારવાનો કેસ
    Next Article
    જામનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન, આગેવાનોની અટકાયત:પેપર લીક કૌભાંડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment