Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "એક રાખી ફૌજી કે નામ"અંતર્ગત શાળાના 150 બાળકોએ રાખડી બનાવી:દેશની રક્ષા કરતા જવાનો માટે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સ્કાઉટ ગાઈડ રોવર રેંજર વિદ્યાર્થીઓએ જાતે 2501 રાખડી બનાવી મોકલાવી

    2 days ago

    શહેરની11 શાળા ના 150 બાળકો જોડાયા, લાગણી સભર પત્રો પણ લખીને મોકલ્યા ભારત દેશનાં સીમાડે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા જવાનોને રક્ષાબંધન માટે છેલ્લા સાત વર્ષથી ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલ સ્કાઉટ- ગાઈડ, રોવર રેંજર રાખડી અને સાથે પોતાના લાગણી સભર પત્રો લખીને મોકલાવે છે, આ વર્ષે પણ 11 સંસ્થાના 150 થી વધુ સ્કાઉટ ગાઈડ બાળકોએ આવી 2501 રાખડી જાતે બનાવીને મોકલાવી છે. સતત સાત વર્ષથી ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સીયાચિન અવેરનેસ ડ્રાય દ્વારા આયોજિત "એક રાખી ફૌજી કે નામ" પ્રોગ્રામ અંતર્ગત જવાનોને રાખડી મોકલે છે, જેમાં શરૂઆતમાં 251 રાખડીઓ બનાવી મોકલવામાં આવી હતી, જેમાં ઉત્તરોતર વધારો કરતા આ વર્ષે રક્ષાબંધન માટે 2500 રાખડી બનાવીને મોકલાવી છે, આ કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિ કુ.મંદીર, ગિજુભાઈ કુમાર મંદિર, ટીબી જૈન કન્યાશાળા પ્રાથમિક વિભાગ, વિદ્યાધીશ માધ્યમિક અને ઉ. મા.શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, MSB શાળા નં 69, MSB શાળા નંબર 8, બી.એન.વીરાણી હાઈસ્કૂલ, વીવેકાનંદ રોવર ક્રુ, રાણી લક્ષ્મીબાઈ રેન્જર ટીમ, વિદ્યાધીશ પ્રાથમિક વિભાગ ગુજરાતી-અંગ્રેજી માધ્યમ, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય હાઈસ્કૂલના સ્કાઉટ ગાઈડ, રોવર રેન્જર દ્વારા જાતે બનાવીને મોકલવામાં આવી છે, જિલ્લા સંઘ દ્વારા બે દિવસ દરરોજની ત્રણ કલાક આ વિદ્યાર્થીઓ રાખડી બનાવતા હતા, તમામ મટીરીયલ જિલ્લા સંઘ દ્વારા પૂરું પાડવામાં આવેલ દેશના જવાનોને જે રાખડી મોકલવામાં આવી તે રાખડી ઊનની ગોટી અને સુતરના દોરા થી સંપૂર્ણ જાતે બનાવવામાં આવી તેમજ પત્રો પણ સાથે મોકલવામાં આવ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સરલાબેન સાકરીયા, કાજલબેન પંડ્યા, તૃપ્તિ બેન તેમજ સિનિયર સ્કાઉટ ગાઈડ, રોવર રેંજર અને સ્કાઉટર ગાઈડર શિક્ષકોએ ભારે જેહમત ઉઠાવી હતી...
    Click here to Read More
    Previous Article
    વરસાદના કારણે ત્રીજા દિવસની રમત વહેલી પૂરી થઈ:શ્રીલંકા પર ફોલોઓનનું જોખમ, ભારત હજુ પણ 238 રનથી આગળ, માનવ-પ્રસિદ્ધે 3-3 વિકેટ લીધી; સ્કોર 265/8
    Next Article
    Jailed Karnataka Officer Found With Girlfriend During Surprise Hospital Raid

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment