Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહે કહ્યું- 15 દિવસ બંગાળમાં જ રહીશ:મમતાને ઘરમાં જ હરાવવાના છે, TMCને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દો

    5 days ago

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં રોડ શો કર્યો હતો. તેમણે કહ્યું- હું 15 દિવસ બંગાળમાં જ રહેવાનો છું. ટીએમસીને ઉખેડીને બંગાળની ખાડીમાં ફેંકી દેવા માટે દરેક વ્યક્તિએ ડર્યા વિના મતદાન કરવું જોઈએ. બંગાળના મતદારોને કોઈ ગુંડા રોકી શકશે નહીં. જ્યારે શાહનો કાફલો મમતા બેનર્જીના નિવાસસ્થાનથી થોડે દૂર કાલીઘાટ પહોંચ્યો, ત્યારે કાફલાની સામે ટીએમસીના કાર્યકરોએ "જય બાંગ્લા" અને "મમતા બેનર્જી ઝિંદાબાદ" ના નારા લગાવ્યા. માથા પર કાળા કપડા બાંધેલા લોકોએ "અમિત શાહ પાછા જાઓ" ના નારા લગાવ્યા અને કાળા ઝંડા ફરકાવ્યા હતા. આ પછી, ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બેરિકેડ ઉભા કર્યા અને ભીડને કાબૂમાં લીધી. અગાઉ, શાહે કોલકાતામાં એક રેલીમાં કહ્યું હતું કે, સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ મેં તેમને કહ્યું હતું કે આપણે મમતાને ફક્ત નંદીગ્રામમાં જ નહીં પરંતુ તેમના પોતાના ઘરમાં પણ હરાવવાના છે. મુખ્યમંત્રી મમતા પશ્ચિમ બંગાળના ભવાનીપુર અને નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની સામે સુવેન્દુ અધિકારીને બંને બેઠકો પરથી મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ, એક રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં પરિવર્તન આવશે. આ વખતે, કોઈએ ડરવાની જરૂર નથી. બંગાળના મતદારોને કોઈ ગુંડા રોકી શકશે નહીં.” બુધવારે પશ્ચિમ બંગાળના માલદાના મોતાબારીમાં પ્રદર્શનકારીઓએ ચૂંટણી કાર્યાલયને ઘેરી લીધું. લગભગ 7 ચૂંટણી નિરીક્ષકો (ન્યાયિક અધિકારી) કલાકો સુધી અંદર પુરાઈ રહ્યા. આ દરમિયાન કેટલાક લોકોએ બહાર ઉભેલી ગાડીઓમાં તોડફોડ કરી. મોડી રાત સુધી હોબાળો ચાલુ રહ્યો. બાદમાં પોલીસ સુરક્ષામાં ચૂંટણી અધિકારીઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. દરમિયાન, કેરલમમાં, UDFએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેમાં કોલેજીયન છોકરીઓને માસિક ₹1,000ની સહાય આપવાનું વચન આપ્યું છે. જ્યારે વેલફેયર પેન્શન તરીકે દર મહિને 3,000 રૂપિયા આપવાની પણ વાત કરી છે. 3 મુખ્ય ચૂંટણી અપડેટ્સ પાંચ રાજ્યોમાં ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    'હું ભગવાનને નથી માનતો, માતા માનતા હતા':પ્રકાશ રાજે મા સુવર્ણલતા રાજના અંતિમ સંસ્કાર પર ઉઠેલા સવાલોનો જવાબ આપ્યો
    Next Article
    AAPએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવ્યા:કહ્યું- ગૃહમાં પાર્ટી વતી નહીં બોલે; ગિર્ગ વર્કર્સ-રીચાર્જ જેવા મુદ્દા ઉઠાવી ચૂક્યા છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment