Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષથી ફરાર આરોપી અયોધ્યાથી ઝડપાયો:વલસાડ SOGએ ઓપરેશન કારાવાસ-2 હેઠળ ધરપકડ કરી

    2 days ago

    વલસાડ જિલ્લા SOGને રાજ્ય સરકારના 'ઓપરેશન કારાવાસ-2' હેઠળ મોટી સફળતા મળી છે. ભરૂચમાં ધાડ અને હત્યાના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર તેમજ વાપીના આર્મ્સ એક્ટ કેસમાં 13 વર્ષથી નાસતા ફરતા આરોપી ઘનશ્યામ વર્માની ઉત્તરપ્રદેશના અયોધ્યાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, આરોપી ઘનશ્યામની વર્ષ 2008માં ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ અને હત્યાના ગુનામાં ધરપકડ થઈ હતી. તે વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. વર્ષ 2011માં સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાં ખસેડાયો ત્યારે તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ફરાર થયા બાદ, વર્ષ 2013માં તેણે વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આર્મ્સ એક્ટનો ગુનો આચર્યો હતો. ત્યારથી તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOGના પીઆઈ ડી.ડી. પરમાર અને પીએસઆઈ એસ.આર. સુસલાદેની ટીમે તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે, આરોપી અયોધ્યાના કેન્ટ વિસ્તારના શહાદતગંજમાં નામ બદલીને ભાડાના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું. SOGની ટીમે ઉત્તરપ્રદેશ પહોંચી શિવનગર કોલોનીમાંથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. પકડાયેલો આરોપી ઉત્તરપ્રદેશના ગોન્ડા જિલ્લાના ખમ્હરીયા હરિવંશ ગામનો વતની છે. તેના વિરુદ્ધ ભરૂચમાં ધાડ અને હત્યા, વડોદરામાં કસ્ટડીમાંથી નાસી જવાનો અને વાપીમાં આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતો રોકવા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાનું શરૂ.:​ચોમાસામાં અકસ્માતો અટકાવવા જૂનાગઢ ટ્રાફિક પોલીસ અને જીવદયા ટ્રસ્ટ એક્શનમાં: 1500 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવવાની કામગીરી શરૂ કરાઈ.
    Next Article
    India’s forgotten soldiers of WWI: How 9,909 names were recovered after a century

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment