Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે ઠગાઈ:નડિયાદના કન્સલ્ટન્ટ સહિત 15થી વધુ લોકો સાથે ₹1.23 કરોડની છેતરપિંડી, વડોદરાના પિતા-પુત્ર સામે ફરિયાદ

    5 days ago

    વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં તિરુપતિ ઈમિગ્રેશન કન્સલ્ટન્સીના સંચાલક પિતા-પુત્રએ કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે 15થી વધુ લોકો પાસેથી ₹ 1.23 કરોડની છેતરપિંડી આચરી છે. નડિયાદના એક કન્સલ્ટન્ટની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિજ્ઞાસુ પટવાએ વિઝા માટે 9.50 લાખનો ખર્ચનો કરાર કર્યો હતો નડિયાદના 36 વર્ષીય કન્સલ્ટન્ટ જૂન-2023માં પરિવાર સાથે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા. મિત્ર મારફતે તેઓ અલકાપુરીની તિરુપતિ ઈમિગ્રેશન કન્સલ્ટન્સીની ઓફિસે ગયા હતા. ત્યાં સંચાલક જિજ્ઞાસુ પટવાએ કેનેડા વર્ક પરમિટ વિઝાની પ્રક્રિયા માટે ₹ 9.50 લાખનો ખર્ચ હોવાનું જણાવી કરાર કર્યો હતો. IELTS ક્લાસના નામે તેમના પુત્ર કશ્યપ પટવાએ ₹ 50 હજાર રોકડા લીધા હતા. વિઝાની પ્રક્રિયા માટે 8.50 લાખ તો ચૂકવી દીધા હતા ત્યારબાદ કેનેડા વર્ક પરમિટની પ્રક્રિયા માટે અલગ-અલગ તારીખે ચેક મારફતે કુલ ₹8.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત ઝડપી કામગીરીના બહાને વધુ 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આમ, મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વર્ક પરમિટની પ્રક્રિયા પૂર્ણ કરી ન હતી અને કન્સલ્ટન્સી તરફથી માત્ર ફોન અને ઈ-મેઈલ મારફતે આશ્વાસન આપવામાં આવતું હતું. વિઝા રિજેક્ટ થયો હોવાની જાણ પણ કરવામાં આવી ન હતી. 11 લોકો પાસેથી 1.23 કરોડ લઈને વિઝા પ્રક્રિયા ન કરી આ ઉપરાંત પિતા-પુત્રે અન્ય લોકો પાસેથી પણ કેનેડા, ફિનલેન્ડ અને પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયા લીધા હતા. તેમાં વડોદરા, નડિયાદ, આણંદ, સુરત અને ભરૂચ સહિતના વિસ્તારોના લોકોનો સમાવેશ થાય છે. અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ₹ 11 લાખ, ₹13.50 લાખ, ₹9.50 લાખ, ₹1.50 લાખ, ₹3.75 લાખ, ₹11 લાખ, ₹11.50 લાખ, ₹11 લાખ, ₹2.33 લાખ, ₹2.33 લાખ, ₹11 લાખ, ₹5 લાખ, ₹11 લાખ, ₹6.15 લાખ અને ₹1.50 લાખ જેવી રકમ ઓનલાઈન તેમજ રોકડ સ્વરૂપે લીધી હતી. કુલ 1,23,06,000 રૂપિયા લીધા હતા અને વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે નાણાં લીધા બાદ યોગ્ય વિઝા પ્રક્રિયા નહીં કરી છેતરપિંડી કરી હતી. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મેઘપર માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા,આરોપી પાસેથી રૂ. 96 હજારની કોપર પ્લેટો રિકવર
    Next Article
    Why Does Aloo Sabzi Become Dry When Reheated? I Tested Different Ways To Bring It Back

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment