Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષના વૈભવે RCB બોલર્સને ધોઈ નાખ્યો:સૂર્યવંશી 26 બોલ પર 78 રન બનાવીને આઉટ, 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા; કોહલીએ કેચ કર્યો

    1 day ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 202 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. જવાબમાં રાજસ્થાન તરફથી ઇમ્પેક્ટ પ્લેયર વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલ ક્રિઝ પર છે. 15 વર્ષના વૈભવે 15 બોલમાં ફિફ્ટી ફટકારી છે. બેંગલુરુએ 20 ઓવરમાં 8 વિકેટ પર 201 રન બનાવ્યા. પહેલા બેટિંગ કરી રહેલી બેંગલુરુની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં 61 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. નંબર-4 પર ઉતરેલા કેપ્ટન રજત પાટીદારે 40 બોલ પર 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેના પહેલા વિરાટ કોહલીએ 16 બોલ પર 32 રન બનાવ્યા હતા. RR તરફથી જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્માને 2-2 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જોશ હેઝલવુડ.
    Click here to Read More
    Previous Article
    The frog that breaks its own bones to grow claws
    Next Article
    અમદાવાદ-સુરત મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:જામનગર મનપામાં 6 મુસ્લિમોને ટિકિટ, જુઓ જાહેર થયેલી તમામ પાલિકા-પંચાયતનું લિસ્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment