Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 ઓક્ટોબરે યોજાનારી IPLની રિવ્યૂ મિટિંગ મોકૂફ:એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓના સન્માન સમારોહને કારણે નિર્ણય; નવી તારીખની જાહેરાત નહીં

    11 hours ago

    BCCIએ 15 ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી IPLની રિવ્યૂ મિટિંગ મુલતવી રાખી છે. બેઠકમાં IPL ફ્રેન્ચાઇઝીના માલિકો, બ્રોડકાસ્ટર્સ અને યજમાન સ્ટેટ એસોસિયેશન સામેલ થવાના હતા. આ બેઠક ગુરુવારે સાંજે 6 વાગ્યે તાજ સાંતાક્રુઝ ખાતે યોજાવાની હતી. BCCI અને IPLના અધિકારીઓએ તમામ સંબંધિત પક્ષોને બેઠક મુલતવી રાખવાની જાણકારી આપી છે. હાલમાં નવી તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યા નથી. BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ સંબંધિત પક્ષોને તેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે 15 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓનું સન્માન કરશે. આ કારણે જ બેઠક મુલતવી રાખવી પડી. સમારોહમાં BCCI અધિકારીઓએ પણ હાજરી આપવાની છે એશિયન ગેમ્સના મેડલ વિજેતાના આ કાર્યક્રમમાં BCCI અધિકારીઓએ પણ હાજરી આપવાની છે. આ ઉપરાંત કેટલાક સ્ટેકહોલ્ડર્સે પણ બેઠક મુલતવી રાખવાની માગ કરી હતી. ટીમ ઈન્ડિયાની મુસાફરીની યોજનામાં પણ ફેરફાર સન્માન સમારોહને કારણે ભારતીય ટીમની મુસાફરીની યોજનામાં પણ ફેરફાર થશે. ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી T20 મેચ 14 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમવાની છે. પહેલા ટીમને હૈદરાબાદથી સીધી બેંગલુરુ જવાનું હતું, પરંતુ હવે તે 15 ઓક્ટોબરે દિલ્હી પહોંચશે. ત્યારબાદ ટીમ બેંગલુરુ જવા રવાના થશે, જ્યાં 17 ઓક્ટોબરે સિરીઝની પાંચમી અને છેલ્લી T20 મેચ રમાશે.
    Click here to Read More
    Previous Article
    India's Essar Group To Build "Largest Steel Plant In US History": Trump
    Next Article
    ગોધરાના દાહોદ રોડ પર આરાધના ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ:માતાજીના ગરબે ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઝૂમી ઉઠ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment