Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 15મી ઓગસ્ટ પહેલા પોલીસ પરેડનું રિહર્સલ યોજાયું:ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીના અધ્યક્ષ સ્થાને તૈયારીઓ પૂર્ણ

    1 day ago

    અમરેલીમાં આગામી 15મી ઓગસ્ટના રોજ યોજાનાર 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ મહોત્સવને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભાવનગર રેન્જ આઇજી રાજેન્દ્ર વી. અસારીના અધ્યક્ષ સ્થાને અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન અને પોલીસ પરેડ કાર્યક્રમનું બીજું રિહર્સલ યોજાયું હતું. આ દ્વિતીય સત્તાવાર રિહર્સલ કાર્યક્રમ રીયલ ટાઇમ શેડ્યુલ મુજબ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ધ્વજ વંદન અને પોલીસ પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજનબદ્ધ રીતે રિહર્સલ કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના આ મુખ્ય ઉત્સવની ગરિમા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા લાઈન ટુ લાઈન મોનિટરિંગ કરીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રિહર્સલ દરમિયાન વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. જેમાં અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓ, ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા રાઇફલ ડ્રીલ, યોગના વિવિધ મુદ્દાઓની પ્રસ્તુતિ, ડોગ-શો, બાઈક સ્ટંટ શો, ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. રેન્જ આઇજી રાજેન્દ્ર વી. અસારીએ મુખ્ય ધ્વજવંદન સ્થળ અને પોલીસ પરેડ કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને અન્ય તમામ સેટઅપની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે સુચારું વ્યવસ્થા ગોઠવવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા. મુખ્ય કાર્યક્રમ પૂર્વે યોજાનારી પ્રિ-ઇવેન્ટ્સની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે. જેમાં 13 ઓગસ્ટના રોજ સવારે યોજાનાર ભવ્ય ‘તિરંગા યાત્રા’ અને રાત્રે યોજાનાર ‘રંગ કસુંબલ લોકડાયરા’નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    'I Haven't Done Anything Wrong': Actor Nikita Rawal Breaks Silence After Female Fan Kisses Her On Red Carpet
    Next Article
    હિંગળાજપુરામાં ખેતરોમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું:ONGCની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોને મોટું નુકસાન, કાયમી ઉકેલની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment