Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપામાં ભાજપની જીત, રસ્તા પરનો વિરોધ EVMમાં ન દેખાયો:સુરતમાં AAP 27 પરથી 4 પર આવી, કોંગ્રેસે 1 બેઠક જીતી આબરું સાચવી; અમદાવાદના ખાડિયામાં ભાજપની હાર

    1 day ago

    ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 15માંથી 12 મનપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ હારનો હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખાડિયાના રહીશોએ વ્યથા ઠાલવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) 15 મહાનગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો રાજકોટ , વાપી, મોરબી, પોરબંદર, નવસારી, નડિયાદ 15 મનપામાં સરેરાશ 55 ટકા મતદાન, સૌથી વધુ વાપીમાં 72.29 ટકા આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે. આ સમાચાર પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 417 પોઈન્ટ ઘટીને 76,887 પર બંધ:નિફ્ટી પણ 97 પોઈન્ટ તુટ્યો, બેંકિંગ અને ઓટો શેરોમાં વેચવાલી રહી
    Next Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટની મતગણતરી:સુરતના ઇતિહાસમાં પહેલીવાર મહાનગર પાલિકામાં ભાજપને 100થી વધુ સીટ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment