Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપામાં ભાજપની જીત, સોસાયટીઓનો વિરોધ EVMમાં ન દેખાયો:કોંગ્રેસના 'રેસના ઘોડા' ન દોડ્યા, તમામ મનપાના વોર્ડ વાઈઝ વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી

    1 day ago

    ભાજપે જૂના જોગીઓની ટિકિટ કાપતા પરિણામ પર અસર થશે. ભાજપના ઉમેદવારનો વિરોધ થતા પરિણામ પર અસર થશે. ગરમીના કારણે મતદાન ઘટતા પરિણામ પર અસર થશે. રાજ્યની 6 જૂની અને 9 નવી મહાનગરપાલિકામાં મતદાન બાદ થઈ રહેલા આ પ્રકારના તમામ દાવાઓને 28મીના પરિણામે ખોટા સાબિત કર્યા. ગુજરાતના શહેરી વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દાયકાથી એકહથ્થુ શાસન ભોગવતી ભાજપે આ વખતે પણ દબદબો યથાવત રાખ્યો છે. 6 જૂની અને 9 નવી મળી તમામ 15 મનપા પર ભાજપે કબજો કર્યો છે. 15 મહાનગરપાલિકામાં ક્યાં શું થયું? 15 મનપાના વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી જોવા માટે તમારી મનપા પસંદ કરો અમદાવાદ મનપાના વોર્ડ વાઈઝ વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી રાહુલ ગાંધીની સૂચના બાદ કોંગ્રેસે ‘રેસના ઘોડા’ પસંદ કર્યા પણ દોડ્યા નહીં! ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીને મહિનાઓની વાર હતી ત્યારે જ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી કોંગ્રેસનું નવસર્જન કરવાની વાત કરી હતી. પાલિકા-પંચાયતની ટિકિટો નક્કી કરવાની સત્તા જિલ્લા કક્ષાએ આપવાના દાવા થયા હતા. તેમ છતાં કોંગ્રેસનું 15 મહાનગરપાલિકામાં કંગાળ પરિણામ રહ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં બેઠકો વધી તો વડોદરા અને જામનગરમાં ઘટાડો થયો છે. 15 મનપામાંથી 11માં તો કોંગ્રેસની બેઠક ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શકી નથી. શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટી ગાજી તેવી વરસી નહીં 2021 ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળતા પાર્ટીને સુરત સહિત અન્ય શહેરોમાં જીત મળવાની આશા હતી. આ ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકામાં ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ, આપ માટે પરિણામ નિરાશાજનક રહ્યા છે. સુરતમાં 27 બેઠકોમાંથી પાર્ટી 4 બેઠક પર આવી ગઈ છે. જ્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીને 2 બેઠક મળી છે. સુરતમાં તો આપના પ્રદેશ મહામંત્રીને સુરતના મેયર પદના દાવેદાર ગણાવાતા હતા. પરંતુ, સ્થિતિ એવી બની કે, મનોજ સોરઠિયા, પાયલ સાકરિયા સહિતના નેતાઓની હાર થઈ. અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખાડિયાના રહીશોએ વ્યથા ઠાલવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) 15 મનપામાં સરેરાશ 55 ટકા મતદાન, સૌથી વધુ વાપીમાં 72.29 ટકા આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું હતું. આ સમાચાર પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ મતગણતરીના દિવસની પળેપળની અપડેટ જોવા માટે નીચેની તરફ સ્ક્રોલ કરો…
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ, 2021થી પણ મોટો વિજય:ભાજપની તમામ 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર જીત, અમદાવાદમાં વિજયોત્સવ
    Next Article
    સ્થાનિક સ્વરાજની 10,000 સીટનું પરિણામ, ભાજપનો 2021થી પણ મોટો વિજય:તમામ 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર જીત, જાણો વોટ શેરથી લઈ કોણે કેટલા ટકા સીટ જીતી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment