Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની 10,000 સીટનું પરિણામ, ભાજપનો 2021થી પણ મોટો વિજય:તમામ 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર જીત, જાણો વોટ શેરથી લઈ કોણે કેટલા ટકા સીટ જીતી?

    1 day ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થઈ ગયા છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. હવે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. મતગણતરી પહેલા કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ હતી. ભાજપ 2021ની ફરી ભવ્ય જીત મેળવી છે. જ્યારે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર શાસનમાં આવ્યા છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે. ભાજપે 2021 જેવો જ વિજય મેળવ્યો છે. આ વખતે પણ 100 ટકા મનપા કબ્જે કરી છે. જ્યારે 95 ટકા નગરપાલિકા, 97 ટકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો જીતી છે. જ્યારે 2021માં 100 ટકા જિલ્લા પંચાયત, 100 ટકા મનપા, 93 ટકા નગરપાલિકા અને 86 ટકા તાલુકા પંચાયત જીતી છે. હાલ 97 ટકા સાંસદ અને 90 ટકા ધારાસભ્યો પણ છે.આમ આ વખતે ગત વખત કરતા પણ મોટો વિજય મેળવ્યો છે. 2027ની વિધાનસભા 2022 કરતા પણ મોટો વિજય મળી શકે આ પરિણામોની સીધી અસર 2027ની વિધાનસભા ચૂંટણી પર થશે એટલે કે ફરી સત્તા તો મળશે જ પણ 2022ની વિધાનસભા કરતા પણ જ્વલંત વિજય મળે તો નવાઈ નહીં. જો કોઈ નવી રાજકીય ઉથલ પાથલ કે મુદ્દો ન નડે તો 2027માં ભાજપ 160થી વધુ સીટ મેળવે તેવી પૂરી શક્યતા છે. આ પણ વાંચો: 15 મહાનગરપાલિકાના વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ અમરેલી જિલ્લાની બગસરા તાલુકા પંચાયત કબ્જે કરી આપે ઇતિહાસમાં પહેલીવાર પંચાયતમાં સત્તા મળી છે. સુરત મનપામાં 2021માં 27 સીટ જીતનારી આપ આ 4 સીટ પર સમેટાઈ છે. જ્યારે કોંગ્રેસને 1 અને 115 સીટ સાથે ભાજપે ફરી સત્તા મેળવી છે. વિશ્વકર્માનું ગજબનું માઇક્રો મેનેજમેન્ટ સમગ્ર ચૂંટણીનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું. રાજ્યભરમાં ડોર-ટુ-ડોર પ્રચાર સાથે ગ્રૂપ મીટિંગ પર ભાર મૂકી સૌને સાથે લઈને ચાલવાની નીતિ અપનાવી હતી. ચૂંટણી દરમ્યાન ભાજપે તમામ જિલ્લાઓ તથા તાલુકાઓમાં ગ્રુપ મિટિંગ અને સામાજિક બેઠકો કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે બૂથ લેવલથી વોટ બેન્ક સુધી પહોંચવા માટે આખું પ્લાનિંગ ઘડ્યું હતું. PM મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો, કહ્યું-રાજ્યને નવી ઉંચાઈએ લઈ જઈશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રચંડ વિજય માટે ગુજરાતના લોકોનો આભાર. સુશાસન અને ગુજરાત સરકારની શ્રેષ્ઠ કામગીરીને જોઈને મત આપ્યો છે. તેમણે વર્ષોથી ભાજપની મહેનતને આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતના લોકોને ખાતરી આપું છું કે અમે આવનારા સમયમાં વધુ મહેનત કરીશું અને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. પાટીલથી સવાયા સાબિત થયા પંચાલ 2021ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હતા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 90 ટકા બેઠકો જીતી હતી. હવે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે અને પરિણામો જાળવી રાખવાની સૌથી મોટી ચેલેન્જ હતી. જગદીશન પંચાલના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી લડાઈ છે અને અહીં જ તેમની અગ્નિપરીક્ષા થઈ હતી. જો કે તેઓ આ પરીક્ષામાં સંપૂર્ણ પાસ થઈ ગયા છે. માત્ર એટલું જ નહીં, તેઓનું પર્ફોર્મન્સ પાટીલથી પણ સવાયું છે. આ વખતે ભાજપે 90 ટકાથી પણ વધુ જીત મળી છે. તમામ ઝોનના વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ જોવા નીચે આપેલી જિલ્લાઓની લિંક પર ક્લિક કરો ઉત્તર ગુજરાત 1.મહેસાણા 2.પાટણ 3.બનાસકાંઠા 4.વાવ-થરાદ 5.સાબરકાંઠા 6.અરવલ્લી મધ્ય ગુજરાત 1.અમદાવાદ 2.ગાંધીનગર 3.આણંદ 4.ખેડા 5.વડોદરા 6.મહિસાગર 7.દાહોદ 8.પંચમહાલ 9.છોટા ઉદેપુર 10.ભરૂચ 11. નર્મદા દક્ષિણ ગુજરાત 1.સુરત 2.તાપી 3.વલસાડ 4.નવસારી 5.ડાંગ સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ જ્યારે બેઠકોની વાત કરવામાં આવે તો 2026માં મનપાની 90 ટકા, જિલ્લા પંચાયતની 82 ટકા, તાલુકા પંચાયતની 70 ટકા અને નગરપાલિકાની 76 ટકા સીટ જીતી છે. 2021માં મનપાની 84 ટકા, જિલ્લા પંચાયતની 82 ટકા, તાલુકા પંચાયતની 70 અને નગરપાલિકાની 76 ટકા સીટ પર વિજય મેળવ્યો છે. શહેરો ભાજપનો અભેદ્ય કિલ્લો, ગ્રામ્ય વિસ્તારોમાં આપથી કોંગ્રેસને મોટું નુકસાન ભાજપનો વોટ બેઝ શહેરો છે અને મનપાના પરિણામોમાં 59 વોટ શેર સાથે ફરીવાર શહેરીજનો ભાજપની સાથે ઉભા રહ્યા છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો વોટ શેર થોડો ઓછો છે. જ્યારે કોંગ્રેસને અર્બન એરિયાના મતદારોએ નકારી દીધી છે. પરંતુ ગ્રામ્યમાં હજુ કોંગ્રેસ વિપક્ષ તરીકે જ યથાવત રહી છે. તેમાં પણ આમ આદમી પાર્ટીએ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 10 ટકાથી વોટ શેર મેળવ્યો છે. જેનું કોંગ્રેસને સીધું નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે. 2021માં 90% સીટ પર કેસરિયો 2021માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે 100 ટકા સાંસદ, 100 ટકા જિલ્લા પંચાયત, 93 ટકા નગરપાલિકા, 86 ટકા તાલુકા પંચાયત અને 61 ટકા ધારાસભ્યો હતા. જેનો સીધો ફાયદો ત્યાર બાદ આવેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયો હતો. જેમાં ભાજપે 156 સીટ મેળવી હતી અને કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. જ્યારે આપને 5 બેઠક મળી હતી.ત્યાર બાદ બે વર્ષમાં જ ભાજપે કોંગ્રેસના 4 અને એક અપક્ષ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં ભેળવી લેતા 161એ સંખ્યાબળ પહોંચ્યું છે. પાલિકા-પંચાયતના રિઝલ્ટ્સની પળેપળની અપડેટ્સ જાણવા બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    15 મનપામાં ભાજપની જીત, સોસાયટીઓનો વિરોધ EVMમાં ન દેખાયો:કોંગ્રેસના 'રેસના ઘોડા' ન દોડ્યા, તમામ મનપાના વોર્ડ વાઈઝ વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી
    Next Article
    Donovan Ferreira, Yashasvi Jaiswal Shine As RR End PBKS' Unbeaten Run

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment