Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપાના ભાજપ ઉમેદવારોના આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ:રાજકોટમાં ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ ડેમેજ કંટ્રોલમાં લાગ્યા; અમદાવાદમાં CMનું 192 ઉમેદવાર સાથે ફોટો સેશન

    19 hours ago

    રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઉમેદવારોની ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આજે 12 એપ્રિલને રવિવારે 15 મનપાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ભાજપના તમામ ઉમેદવારોએ નાત, જાત અને ધર્મ ભેદભાવ વિના પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. અમદાવાદમાં મુખ્યમંત્રીએ 192 ઉમેદવાર સાથે ફોટો પડાવ્યો 'જનસેવા સંકલ્પ' કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં હાજર રહ્યાં હતાં. કાંકરિયા ખાતે ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફૂલહાર કરી તમામ 192 ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. બાદમાં ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યકર્તા સાથે ફોટો પણ પડાવ્યો હતો. રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતીમાં કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેના જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં ગોવિંદ પટેલ, નીતિન ભારદ્વાજ સહિતના જૂના જોગીઓ હાજર પણ રહ્યા હતાં. રાજકોટ શહેર ભાજપ દ્વારા જગદીશ વિશ્વકર્માનું ચોપડાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ ચોપડાઓ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના ભાજપના 72 ઉમેદવારો અને કાર્યકર્તાઓએ જનસેવાનો સંકલ્પ લઈ પ્રચારની શરૂઆત કરી છે. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે, જનસેવા સંકલ્પનો આજનો આ કાર્યક્રમ નવો પ્રયોગ છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવાના મંડાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા છે, તેને લોકો સુધી પહોંચાડવાના છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપની 135 સીટ બિનહરીફ: જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતુ કે, 11 એપ્રિલે ભાજપના 10000 કાર્યકર્તાઓએ ઉમેદવારી પત્ર ભર્યા. આજે 12 એપ્રિલે રાજકોટની તમામ 15 મહાનગરપાલિકાઓમાં જનસેવા સંકલ્પનો કાર્યક્રમ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, જે ગુજરાતના મુખ્યમંત્રીએ અવિરત પ્રયાસથી ચાલુ રાખી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ગામડાઓ સુધી વિકાસ પહોંચે તે દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓ પોતાના વોર્ડમાં લોકો સમક્ષ જાય અને પોતાના કામોનો હિસાબ આપી તમામ વોર્ડમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે. ‘50000 બુથમાં જીત માટે જનસેવા સંકલ્પ’ 50000 બૂથમાં ભાજપનો કાર્યકર્તા પ્રજાકીય કાર્યો લઈ લોકો સુધી પહોંચતો હોય છે. માત્ર ચૂંટણી વખતે જ નહીં, પરંતુ કાયમ ભાજપનો કાર્યકર્તા લોકોની વચ્ચે રહીને કાર્ય કરતો હોય છે. ચૂંટણી પૂર્વે જ 135થી વધુ જગ્યાએ ભાજપની બિનહરીફ સીટ થઈ છે. વિપક્ષ માત્ર ચૂંટણી હોય ત્યારે દેખાય અને ચૂંટણી પતે પછી ચાલ્યા જાય છે, ત્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં 50,000 બુથમાં ભાજપનો કાર્યકર્તા વિજયી બનશે.
    Click here to Read More
    Previous Article
    દાવો- સલમાનની 'માતૃભૂમિ'માં ચીનનું નામ નહીં લેવામાં આવે:રક્ષા મંત્રાલયના વાંધા પછી કન્ટેન્ટમાં ફેરફાર; અડધી ફિલ્મ રી-શૂટ થશે
    Next Article
    ભાવનગરના 4 બુટલેગર સહિત 5ને પાસા તળે જેલમાં ધકેલાયા:પાંચેય આરોપીને સુરત, વડોદરા, રાજકોટ અને ભૂજની જેલમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment