Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આવતીકાલથી ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી:15મીએ છોટાઉદેપુરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ, 10 હજાર લોકોની શોભાયાત્રા નીકળશે

    14 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરાશે. આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને લોકો સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીમાં યુવા સભા, શોભાયાત્રા, સ્વચ્છતા અભિયાન, પારંપરિક રમતોત્સવ, મહિલા સભા અને પ્રબુદ્ધ નાગરિક સભા સહિતના કાર્યક્રમો યોજાશે. આ સપ્તાહની શરૂઆત 12 નવેમ્બરે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે પ્રદેશકક્ષાની પત્રકાર પરિષદથી થશે. જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા, ડો. જયરામ ગામીત, રમેશ કટારા અને આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરશે. આ ઉપરાંત રાજ્યના 34 જિલ્લા અને 17 મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત કુલ 51 સ્થળોએ પણ પત્રકાર પરિષદ યોજાશે. 55 વિધાનસભા ક્ષેત્રોમાં યુવા સભા યોજાશે 13 નવેમ્બરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના 55 વિધાનસભા ક્ષેત્રોમાં જનજાતિ યુવા સભાનું આયોજન કરાયું છે. જેમાં આદિજાતિ સમાજના અંદાજે 500 યુવાનો સાથે મહાનુભાવો સંવાદ કરશે અને તેમને વિકસિત ભારત-2047ના વિઝન સાથે જોડવાનો પ્રયાસ કરાશે. 14 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા સહિતના મહાનાયકોની પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન યોજાશે. સંત-મહંતોનું ગૃહ સન્માન પણ કરાશે. સાંજે ગ્રામ પંચાયતોમાં જાહેર અને ધાર્મિક સ્થળોએ મહિમા પઠન, દીપોત્સવ, આરતી અને ભજન સંધ્યાના કાર્યક્રમો યોજાશે. 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. ત્યારબાદ અંદાજે 10 હજાર લોકો પરંપરાગત વસ્ત્રો, વાજિંત્રો અને આદિવાસી નૃત્યો સાથે વિશાળ શોભાયાત્રામાં જોડાશે. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લામાં રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસનો મુખ્ય સમારોહ યોજાશે. વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન અને લાભાર્થીઓને સહાયનું વિતરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વન અધિકાર પત્રોનું વિતરણ, જનજાતિ સમાજની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન અને લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવશે. 18મીએ 250 મહિલા અગ્રણીઓની સભા સાથે સમાપન 16 નવેમ્બરે ડોક્ટર, વકીલ, શિક્ષક, પ્રિન્સિપાલ અને ઉદ્યોગસાહસિકો સહિતના પ્રબુદ્ધ નાગરિકોની સભા યોજાશે. જ્યારે 17 નવેમ્બરે આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમી પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા રમતોત્સવ યોજાશે. તેમાં ગિલ્લી દંડા, તીરકામઠા, કોથળાદોડ, સાતોડિયું, ભમરડો, આમલીપીપળી, લંગડી અને કબડ્ડી સહિતની 15થી વધુ પરંપરાગત રમતો રમાડવામાં આવશે. 18 નવેમ્બરે આદિજાતિ સમાજની 250 મહિલા અગ્રણીઓની મહિલા સભાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ સાથે સપ્તાહભરની ઉજવણીનું સમાપન થશે. સમગ્ર આયોજન દ્વારા આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, કલા-કૌશલ્ય અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ:વરાછા પોદ્દાર આર્કેડ પાસેની ઘટના; ઝાડમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું, જપ્ત કરાયેલા મુદ્દામાલની 26 બંધ ગાડીઓ બળીને ખાખ
    Next Article
    Stubble Collection Saves  Barabanki Farmers Up To Rs 3,000 Per Acre As Biogas Plants Convert Crop Waste Into Energy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment