Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશીદારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી:15 જેટલા ગેરકાયદે ઝૂંપડાઓ પર બૂલડોઝર ફેરવાયું, ઘોઘારોડ પોલીસ અને BMCની સંયુક્ત કામગીરી

    8 hours ago

    ભાવનગર શહેરમાં દારૂબંધીની પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશનની ટીમ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલેશન હાથ ધરીને દેશી દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોના 15 જેટલા ગેરકાયદે ઝૂંપડાઓ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. ગેરકાયદે 15 ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવાયું ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમની ટીમે અકવાડા વિસ્તારના ઉપરકોટ, દેવીપૂજક વાસ અને નદી કિનારાના વિસ્તારમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. દેશી દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમોએ સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર કબ્જો જમાવી ઝૂંપડાઓ ઊભા કરી દીધા હતા. જેથી પોલીસે ભાવનગર મહાનગરપાલિકાની ડિમોલેશન ટીમને સાથે રાખી કુલ 15 ગેરકાયદે ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દીધું હતું. ગેરકાયદે દબાણોઓમાં અકવાડા વિસ્તારમાં કનુ ઉકા વાઘેલાની અને રેખાબેન સુરેશ વાઘેલાની 3 ગેરકાયદે જગ્યાઓ, મધુબેન મના વાઘેલાની 2 ગેરકાયદે જગ્યાઓ, કાશીબેન ભીખા વાઘેલાની 3 ગેરકાયદે જગ્યાઓ, જયાબેન રમેશ પરમારની 2 ગેરકાયદે જગ્યાઓ, હીતુબેન રાજુ વાઘેલાની 1 ગેરકાયદે જગ્યા, અરુણાબેન રાજેશ વાઘેલાની 1 ગેરકાયદે જગ્યા સહિત કુલ 15 ગેરકાયદેસર ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે પોલીસ અને તંત્રની આ બુલડોઝર કાર્યવાહીથી અસામાજિક અને પ્રોહીબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    The path of Cyclone Arnab went through India’s plans for data centres and future growth
    Next Article
    ભાવનગરના શાહ પરિવારે 11 માસની દીકરી યશ્વીનું દેહદાન કર્યું:માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, રેડક્રોસ સોસાયટી દ્વારા 1121મુ દેહદાન સ્વીકારાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment