Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના શાહ પરિવારે 11 માસની દીકરી યશ્વીનું દેહદાન કર્યું:માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, રેડક્રોસ સોસાયટી દ્વારા 1121મુ દેહદાન સ્વીકારાયું

    10 hours ago

    ભાવનગરના જીનાંગભાઈ શાહ પરિવારની 11 માસની દીકરી યશ્વીના અવસાન બાદ પરિવારે દેહદાનનો નિર્ણય લીધો છે. જે સમાજ માટે પ્રેરણારૂપ ગણી શકાય. દુઃખની ઘડીમાં પણ માનવસેવાનો સંકલ્પ કરવો એ ખૂબ જ કપરું હોય છે એમાં પણ જ્યારે કોઈ નાની વયે પરિવારમાંથી વિદાય લે તેવા સમયે પણ સેવાનો સંકલ્પ લેવો ખૂબ જ કપરો હોય છે. માનવસેવા અને સમાજહિતના ઉમદા કાર્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વધુ એક પ્રેરણાદાયી સેવા કાર્યને આગળ વધારવામાં આવ્યું છે. માત્ર 11 માસની નાનકડી દીકરી સ્વ.યશ્વી જીનાંગભાઈ શાહનું હૃદયની બીમારી સબબ સારવાર દરમિયાન અવસાન થતાં પરિવાર દ્વારા દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અત્યાર સુધીનું 1121 મુ દેહદાન સ્વીકારવામાં આવ્યું હતું. પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો આ પ્રસંગે પરિવારના સભ્યો, સ્નેહીઓ અને આસપાસના રહીશો સહિત ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી, પરંતુ અસહ્ય દુઃખની આ ઘડીમાં પણ પરિવાર દ્વારા લેવામાં આવેલો માનવસેવાનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે, દીકરી યશ્વીના પિતા જીનાંગભાઈ શાહ તથા પરિવારજનોએ દેહદાન અંગેની પોતાની ઇચ્છા વ્યક્ત કરવા રેડક્રોસ સોસાયટી, ભાવનગરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રેડક્રોસ સોસાયટી દ્વારા પરિવારને દેહદાનની ઉપયોગિતા, તબીબી શિક્ષણ અને સંશોધનમાં તેનું મહત્વ તથા સમાજસેવામાં તેના અમૂલ્ય યોગદાન અંગે સમજ આપવામાં આવી હતી. પરિવારને દેહદાનના ઉમદા હેતુ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જરૂરી ડેથ સર્ટિફિકેટ, આધારકાર્ડ અને જરૂરી ફોર્મ અને વિગતો તૈયાર કરાવી અને દેહદાન સ્વીકારવામાં આવ્યું હતું. દીકરીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ દીકરી યશ્વીનું દેહદાન સ્વીકારવાની આ ભાવુક ક્ષણે રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને સ્વ.ના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરાવી હતી. દેહદાનના મહત્વ અંગે ઉપસ્થિતોને સમજણ તથા સહયોગ પૂરો પાડ્યો હતો. પોતાની વ્હાલસોયી દીકરીને ગુમાવવાના ભારે આઘાત અને અસહ્ય પીડા વચ્ચે પણ શાહ પરિવારે માનવતાના હિતમાં દેહદાનનો સંકલ્પ સાકાર કર્યો હતો. પરિવારના અન્ય સભ્યોએ પણ દેહદાનનો સંકલ્પ કર્યો આ નિર્ણય પરિવારની સંવેદનશીલતા, સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. શાહ પરિવાર અંગદાન, ચક્ષુદાન અને દેહદાન અંગે જાગૃત આ કિસ્સાની વિશેષતા એ છે કે શાહ પરિવાર માત્ર દેહદાન પૂરતો જ સીમિત નથી, પરંતુ ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જેવા માનવતાલક્ષી કાર્યો અંગે પણ જાગૃત છે. પરિવારના અન્ય સભ્યોએ પણ દેહદાનનો સંકલ્પ કર્યો છે, જે સમાજમાં દાન અને માનવસેવાની ભાવના વિકસાવવા માટે પ્રેરણારૂપ છે. રેડક્રોસનું 1121 મુ દેહદાન સ્વીકારવામાં આવ્યું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે, જીવનમાં માનવસેવાના અનેક માર્ગો છે. રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને દેહદાન અંગે યોગ્ય માહિતી મેળવી આવા ઉમદા કાર્યો માટે જાગૃતિ કેળવીએ. આવા નિર્ણયો તબીબી શિક્ષણ, સંશોધન અને સમાજના હિતમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. જે માટે 24 કલાક દરમ્યાન રેડક્રોસ સોસાયટી પર સંપર્ક કરી શકાય છે. ભાવનગરમાં જનસેવા અને માનવસેવાના ગુણો હોય અને નાગરિકો વિશેષ સેવા ભાવ ધરાવતા હોય રેડક્રોસનું 1121 મુ દેહદાન સ્વીકારવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દેશીદારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી:15 જેટલા ગેરકાયદે ઝૂંપડાઓ પર બૂલડોઝર ફેરવાયું, ઘોઘારોડ પોલીસ અને BMCની સંયુક્ત કામગીરી
    Next Article
    Stock Market Highlights, Sensex Today: Sensex Closes 905 Points Higher Amid Mixed Global Cues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment