Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિકિટના નામે 15 લાખ સુધીની AAPએ ઉઘરાણી કર્યાનો સંઘવીનો આક્ષેપ:કહ્યું, અંબાણી, અદાણીના બંગ્લા ભૂલી જાવ તેવો બંગ્લો દિલ્હીમાં બનાવ્યો છે

    10 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે આવતીકાલે થનારા મતદાન પૂર્વે સુરતનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. સુરતના વોર્ડ નં. 17 (યોગીચોક)માં આયોજિત એક ગ્રુપ મીટિંગ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટિકિટના નામે લાખો રૂપિયાની ઉઘરાણી અને તુષ્ટિકરણની રાજનીતિ કરવાના ગંભીર આક્ષેપો કરીને સુરતના રાજકીય વાતાવરણમાં સનસનાટી મચાવી દીધી છે. સુરતનો યોગીચોક વિસ્તાર એ પાટીદાર બહુમતિ અને રાજકીય રીતે અત્યંત સક્રિય વિસ્તાર છે. ગત ચૂંટણીઓમાં અહીં AAPનું પ્રભુત્વ જોવા મળ્યું હતું, પરંતુ આ વખતે ભાજપે નાયબ મુખ્યમંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. આપની ટિકિટ માટે નાણાંની લેતીદેતીના આક્ષેપો બાદ સ્થાનિક કાર્યકરોમાં પણ ભારે ચર્ચા જાગી છે. કેજરીવાલને ટાંકીને હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, અંબાણી,અદાણીના બંગ્લા ભૂલી જાવ તેવો બંગ્લો દિલ્હીમાં બનાવ્યો છે, વટ પડી જાય તેવો બંગલો છે. શિશમહેલમાં રહેવાનું બહાર નીકળે તો હવાઈ ચંપલ પહેરે છે. તમે ચા પાણી કરવા જતા આવજો તો તમને ખબર પડશે. '15 લાખ રૂપિયાએ લોકોએ ટિકિટ માટે લીધા હશે' હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાએ AAPના નેતા ઉપર જે અરજી કરવામાં આવી, આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાત ભરમાં થઈ છે. ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક રૂ. 5 લાખ, ક્યાંક 15 લાખ રૂપિયાએ લોકોએ ટિકિટ માટે લીધા હશે. આ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય, તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે પસંદ થઈ ગઈ હોય, એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી છે. 'ગુજરાતના યુવાનો સાથે ચીટીંગ, બધી તપાસ કરાશે' સંઘવીએ વધુમાં કહ્યુ કે, આમાં AAPના જે અહીંયાના ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે, એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોણે શું કર્યું છે? પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે, એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો સાથે આ પ્રકારની ચીટીંગ કરવામાં આવી છે, પણ બધી તપાસ કરવામાં આવશે. 'ગુજરાતમાં આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે એ તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા છે કે, આમ આદમી પાર્ટી કી સરકાર આયેગી તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મઝારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે. એને કોઈ પણ પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મઝાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશું મદદ કરશું અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે. એમના મેનિફેસ્ટોમાં છે. ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારેય પણ આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી. 'કોઈ સપના કોઈના સાકાર થવાના નથી' સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના એકેએક કાર્યકર્તા જ્યાં સુધી એના શરીરમાં લોહી હશે ત્યાં સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારા બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે. આ મુંગેરીલાલ કે હસીન સપને એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જવાબદારી જ્યારે અમને આપી છે, અમે મજબૂતાઈથી નિભાવશું આવા કોઈ સપના કોઈના સાકાર થવાના નથી. શું આક્ષેપોની અસર મતપેટી પર પડશે? મીટિંગના અંતે હર્ષ સંઘવીએ સુરતના નાગરિકોને અપીલ કરી હતી કે, તેઓ ભ્રામક પ્રચારો અને લોભ-લાલચમાં આવ્યા વગર વિકાસ અને સુરક્ષાના નામે મતદાન કરે. આવતીકાલે જ્યારે સુરત મહાનગરના ભવિષ્ય માટે મતદાન થવાનું છે, ત્યારે આ ગંભીર આક્ષેપોની અસર મતપેટી પર કેવી રીતે પડે છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં 337 મતદાન મથકો માટે પોલિંગ ટીમો રવાના:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ
    Next Article
    IPL 2026 LIVE: Massive Blunders From PBKS Gift DC's KL Rahul Two Lifelines

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment