Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષીય સગીરા પર કારખાનેદારનું 9 મહિના સુધી દુષ્કર્મ:રાશન અપાવવાના બહાને અપહરણ કરી નશીલું પીણું પીવડાવી હોટેલમાં દુષ્કર્મ આચર્યું, સુરતમાં પરવેઝખાન સહિત બે આરોપીની ધરપકડ

    7 hours ago

    સુરતના ભાઠેના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાડી ફોલ્ડિંગના કારખાનેદારે પોતાની જ ફેક્ટરીમાં કામ કરતી સગીરાને રાશનની લાલચ આપી, નશીલું પીણું પીવડાવી 9 મહિના સુધી હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઉભરાટમાં નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ ગત સપ્ટેમ્બરમાં રાશન અપાવવાના બહાને પરવેઝ સગીરાને બળજબરીથી ગાડીમાં બેસાડી ઉભરાટના દરિયાકિનારે લઈ ગયો હતો. કારમાં તેની સાથે તેના અન્ય ત્રણ સાગરીતો (અઝરૂદ્દીન ખાન, તૌકીર અને ગંગા રાજપૂત) પણ હાજર હતા. ત્યારે સગીરાને નશીલું કોલ્ડ્રિંક્સ પીવડાવી બેભાન જેવી અવસ્થામાં કરી દેવામાં આવી હતી. અને હોટલમાં લઈ જઈ પરવેઝે બળાત્કાર ગુજાર્યો હતો. ધમકી અને લાલચનું આયોજનબદ્ધ ષડયંત્ર બળાત્કાર બાદ જ્યારે હોશમાં આવી તો સગીરાને લગ્નનું ખોટું વચન આપી લલચાવી હતી, જ્યારે તેના સાગરીતોએ મોઢું ખોલવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે ધમકી આપીને આરોપીએ 9 મહિના સુધી કારખાનાના ઉપરના રૂમમાં અને વિવિધ હોટલમાં સગીરાનું શોષણ કર્યું હતું. આ ઘટના પાછળ કારખાનેદારનું પૂર્વઆયોજિત કાવતરું હોવાનું પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે. સગીરાએ માતાને આપવીતી કહેતા ભાંડો ફૂટ્યો સગીરાએ હિંમત રાખીને માતાને આપવીતી જણાવી હતી. જે બાદ ઉધના પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ઇન્સ્પેક્ટર આર.એમ. ઠાકોરે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી મોહમ્મદ પરવેઝખાન અને તેને મદદ કરનાર અઝરૂદ્દીન ખાનની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી (તૌકીર અને ગંગા રાજપૂત) હાલ ફરાર છે. જેમને પકડવા અલગ ટીમો બનાવાઈ છે. સમાજમાં સુરક્ષા અંગે ગંભીર સવાલો આ ઘટનાએ કામકાજના સ્થળે મહિલાઓ અને ખાસ કરીને સગીરાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ જ્યારે મજૂરી કરવા જાય છે ત્યારે આવા નરાધમો તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. બિહારથી આવીને અહીં રોજગારી મેળવતા અને કારખાનું સંભાળતા યુવકે સુરતની કાયદો અને વ્યવસ્થાની બીક રાખ્યા વગર આટલું મોટું પાપ કર્યું છે. આ કિસ્સામાં પોક્સો (POCSO) એક્ટ હેઠળ પણ કડક જોગવાઈઓ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ તપાસનો ધમધમાટ તેજ હાલમાં સગીરાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસ હોટલના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે. જેથી નરાધમોને કડક સજા અપાવી શકાય. જ્યારે પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં બાકીના બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવશે. આ પણ વાંચો: 12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું:સ્થાનિકોમાં આક્રોશ-'15 દિવસ પહેલાં જ આરોપીના પરિવારને સોસાયટીમાંથી કાઢ્યાં' પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટનામાં નવી અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કિશોરે છેલ્લા એકથી દોઢ મહિનાના સમયગાળામાં 3થી વધુ વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેની જાણ બાળકીના પરિવાર અને સ્થાનિકોને થતાં 15 દિવસ પહેલાં જ આરોપી અને તેના પરિવારને સોસાયટીમાંથી કાઢી મુકવામાં આવ્યાં હતાં. પોલીસ હવે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વિગતવાર વાંચો સંપૂર્ણ અહેવાલ સાવકા બાપે 2 સગીર દીકરીને ગર્ભવતી બનાવી:રાત્રે બધા સૂઈ જાય પછી કુકર્મ કરતો માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પ્રકાશમાં આવી હતી. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે.વિગતવાર વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં રેલકર્મીએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું:ટ્રેક પરથી મળેલી ₹1.30 લાખ રોકડ સહિતની બેગ મુસાફરને પરત કરી
    Next Article
    Los Angeles' Zohran Mamdani? Indian-Origin Nithya Raman Shakes Up Mayor Race

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment