Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, 15 મે સુધી હીટવેવની આગાહી:આજે કચ્છમાં ગરમીનું યલો એલર્ટ; કંડલા પોર્ટના તાપમાનમાં એકઝાટકે 5°Cનો વધારો

    2 days ago

    રાજ્યમાં છેલ્લા બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. 7 મેને ગુરૂવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. તો બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે. આઠ જિલ્લામાં ગરમીનો પારો 40°C પાર પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર 43.5°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા હતા. છેલ્લા 24 કલાકની અંદર જ રાજ્યના તાપમાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કંડલા પોર્ટમાં સૌથી વધુ 5°Cનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં 3°C, સુરેન્દ્રનગરમાં 2°Cનો મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. આવતીકાલથી ગરમીમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ 15 મે સુધી વિવિધ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજકોટમાં ગરમીનો પારો 44°C પહોંચશે હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે સૌથી વધુ રાજકોટમાં મહત્તમ તાપમાન 44°C નોંધાશે. જ્યારે અમદાવાદમાં 43°C, વડોદરામાં 42°C, ભૂજમાં 42°C, ગાંધીનગરમાં 43°C, , ભાવનગરમાં 42°C, અમરેલીમાં 43°C, સુરતમાં 38°C અને ડીસામાં 43°C તાપમાન નોંધાશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, વરસાદની સંભાવના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન વિસ્તારમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. સાથે જ સાઉથ-વેસ્ટ મધ્યપ્રદેશથી કોમોરિન વિસ્તાર સુધી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતની સરહદમાં આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. 15 મે સુધી હીટવેવની આગાહી તાપમાનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે, જ્યારે ગુજરાત રિજનમાં 2થી 7 દિવસ એટલે કે, 9થી 15 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે. કયા દિવસે કયા હીટવેવ? આજે કચ્છ વિસ્તારમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આવતીકાલથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસે એટલે કે 11, 12 અને 13 મેના રોજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત સુરત અને વડોદરામાં ત્રીજા અને ચોથા દિવસે એટલે કે 10 અને 11 મેના રોજ ગરમીનું પ્રમાણ વધી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ઝડપ 15થી 20 નોટ્સ સુધી રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તે વધીને 25 નોટ્સ સુધી પહોંચવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    What was Louisa May Alcott’s first story?
    Next Article
    GCAS પોર્ટલ પર ફોર્મ ભરી આપવા કોલેજોને સૂચના:વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને ફ્રીમાં ફોર્મ ભરાવી શકશે, હેલ્પલાઇન નંબર પણ જાહેર, પોર્ટલની આ ખામીઓથી પરેશાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment