Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં બસ અકસ્માત, ચાલક કેબિનમાં ફસાયો:પતરા કાપી અડધા કલાકની જહેમત બાદ બહાર કાઢાયો, ને.હા. પર અજાણ્યા વાહન પાછળ ખાનગી બસ અથડાઈ, 15 ઇજાગ્રસ્ત

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ પાસે નવલપુર ભાટોડા ગામ આગળ નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રિજ નજીક ગત રાત્રીએ 2.30 કલાક આસપાસ અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસ આગળ જતા અજાણ્યા વાહન પાછળ અથડાતાં ચાલક સહિત 15 લોકોને ઈજા થઈ હતી. બસનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમ અને ગાંભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ટીમે મશીન વડે કેબિનના પતરા કાપીને અડધા કલાકની જહેમત બાદ ચાલક મહેન્દ્રસિંહને બહાર કાઢ્યા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલક મહેન્દ્રસિંહને વધુ ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ચાલક સહિત કુલ 15 મુસાફરોને શરીરે ઈજાઓ થઈ હતી, જે તમામને રાત્રે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, જે અજાણ્યા વાહન પાછળ ખાનગી બસ અથડાઈ હતી, તેનો ચાલક અકસ્માત બાદ પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગાંભોઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અભિજીત દીપકે કહ્યું- કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં પ્રદર્શન કરશે:હું અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં જઈશ; 13 જૂન સુધીમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માગ
    Next Article
    Uttar Pradesh CNET Result 2026 Likely In Second Week Of June; Check Latest Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment