Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '15 વર્ષના દુઃખી લગ્નજીવન કરતાં 5 વર્ષનું લિવ-ઇન બેસ્ટ':'બેબી બૂમર' ઝીનત અમાનની 'Gen-Z'ને રિલેશનશીપ એડવાઇઝ, કહ્યું- દરરોજ હનીમૂન નથી હોતું

    16 hours ago

    'બેબી બૂમર' જનરેશન (1946થી 1964 વચ્ચે જન્મેલા લોકો) અને 80ના દાયકામાં મોટા પડદા પર રાજ કરનારા બોલિવૂડના દિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાન પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં જ તેમણે Gen-Z કપલ્સને મહત્ત્વની રિલેશનશિપ એડવાઇઝ આપી છે. 74 વર્ષના એક્ટ્રેસે લિવ-ઇન રિલેશનશિપના જોરદાર વખાણ કરતાં કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ લગ્ન જેવું મોટું કાનૂની પગલું ભરતા પહેલા પોતાના પાર્ટનર સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવું જોઈએ. તેમના મતે, 15 વર્ષના દુઃખી લગ્નજીવન કરતાં 5 વર્ષનું લિવ-ઇન રિલેશનશિપ ઘણું સારું છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ઝીનત અમાનની આ સલાહ પર તેમની સમકાલીન એક્ટ્રેસ મુમતાઝ અને સાયરા બાનોએ ટીકા પણ કરી હતી, પરંતુ ઝીનત પોતાની વાત પર મક્કમ છે. ઝીનત અમાનના અંગત જીવનના અનુભવો શાહી અને ગ્લેમરસ દેખાતા ઝીનત અમાનની આ નકારાત્મક લગ્નજીવન પ્રત્યેની વિચારધારા તેમના પોતાના કડવા અનુભવોમાંથી આવી છે. 1978માં તેમણે એક્ટર સંજય ખાન સાથે લગ્ન કર્યા હતા, જેઓ પહેલેથી જ પરિણીત હતા અને ચાર બાળકોના પિતા હતા. સંજય ખાન પર શારીરિક હિંસા અને મારપીટના આરોપો લગાવ્યા બાદ 1979માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ 1985માં તેમણે એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કર્યા અને 1998માં તેમના અવસાન સુધી તેઓ સાથે રહ્યા. જોકે, 1999માં સિમી ગ્રેવાલના શોમાં ઝીનતે સ્વીકાર્યું હતું કે તેઓ મઝહર ખાન સાથેના લગ્નજીવનમાં પણ ખુશ નહોતા. કમિટમેન્ટ કરતા પહેલા પાર્ટનરને સમજવો જરૂરી એક વાતચીત દરમિયાન ઝીનત અમાનને પૂછવામાં આવ્યું કે આજના સમયમાં લિવ-ઇન કેમ જરૂરી છે? ત્યારે તેમણે ટૂંકમાં જ ઉત્તર આપતા કહ્યું કે, “આજના સમયમાં, અને પહેલા પણ, કોઈ વસ્તુ કાયમ માટે ટકતી નથી. કાનૂની કમિટમેન્ટ (લગ્ન) કરતા પહેલા તમારે તમારા પાર્ટનર સાથેનો તાલમેલ ચકાસી લેવો જોઈએ. આ મારો અંગત અભિપ્રાય છે. તમારે જાણવું પડશે કે શું તમે માનસિક અને ભાવનાત્મક રીતે એકબીજા સાથે સેટ થઈ શકો છો?” 'હંમેશા હનીમૂન જેવો સમય નથી રહેતો' ઝીનત અમાને ઉમેર્યું કે, “જો તમે ભવિષ્યમાં બાળકો પેદા કરવાનું વિચારી રહ્યા છો, તો તેમનો ઉછેર કેવી રીતે કરશો? પૈસાની બાબતમાં તમારા બંનેના વિચારો કેવા છે? જો બે લોકો વચ્ચે તાલમેલ જ ન હોય તો સાથે રહેવાનો શું ફાયદો? લોકો એવું વિચારે છે કે રોમાન્સ હંમેશા આવો જ રહેશે. પરંતુ સંબંધોમાં હંમેશા લેવડ-દેવડ, તાલમેલ અને સમજૂતી કરવી પડે છે. સંબંધો સમય સાથે બદલાય છે. જો તમને એવું લાગતું હોય કે હનીમૂન ફેઝ કાયમ ચાલશે, તો એવું નથી હોતું.” 'બેડરૂમમાં પ્રેમ અને રોમાંચ જાળવી શકો છો?' અગાઉ તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું કે, "દિવસના થોડા કલાકો માટે કોઈની સામે પોતાનું સર્વશ્રેષ્ઠ વર્ઝન બતાવવું સરળ છે. પરંતુ શું તમે એક જ બાથરૂમ શેર કરી શકો છો? પાર્ટનરના ખરાબ મૂડનો સામનો કરી શકો છો? દરરોજ રાત્રે જમવામાં શું બનાવવું તે વાત પર સહમત થઈ શકો છો? બેડરૂમમાં પ્રેમ અને રોમાંચ જાળવી શકો છો? શું તમે ખરેખર એકબીજા માટે યોગ્ય છો? આ તમામ નાની-મોટી બાબતો સાથે રહીને જ જાણી શકાય છે." પોતાના દીકરાઓને પણ આપે છે આ જ સલાહ ઝીનત અમાને જણાવ્યું કે તેઓ પોતાના બંને દીકરાઓ અઝાન અને જહાનને પણ લગ્ન પહેલા પોતાના પાર્ટનર સાથે લિવ-ઇનમાં રહેવાની સલાહ આપે છે અને પ્રોત્સાહિત કરે છે. 'તેઓ સોશિયલ મીડિયા પર કૂલ આંટી બનવા માંગે છે' ઝીનત અમાનની આ લિવ-ઇન વાળી સલાહ પર બોલિવૂડના દિગ્ગજ એક્ટ્રેસ સાયરા બાનોએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “અચાનક જ સોશિયલ મીડિયા પર તેમને ઘણી લોકપ્રિયતા મળી ગઈ છે અને હું 'કૂલ આંટી' દેખાવાના તેમના ઉત્સાહને સમજી શકું છું. પરંતુ આપણી નૈતિક માન્યતાઓ અને સંસ્કારોની વિરુદ્ધ જઈને સલાહ આપવી એ ફોલોઅર્સ વધારવાનો સાચો રસ્તો નથી. ઝીનત પોતે જ મઝહર ખાન સાથે લગ્ન કરતા પહેલા તેમને વર્ષોથી જાણતી હતી, છતાં તેમનું લગ્નજીવન નર્ક જેવું રહ્યું હતું. સંબંધો પર સલાહ આપવા માટે તેઓ છેલ્લી વ્યક્તિ હોવા જોઈએ.” પત્રકારથી શરૂઆત, મોડલિંગ દ્વાર ઓળખ કમાઈ અભ્યાસ અધૂરો છોડી દીધા પછી, ઝીનતે ફેમિના મેગેઝિન માટે લખવાનું શરૂ કર્યું; તેમણે પત્રકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ફેશન મેગેઝિન માટે કામ કરતી વખતે, મોડેલિંગ તરફ ઝુકાવ વિકસાવ્યો અને ત્યારબાદ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે આકર્ષક સુંદરતાને સકારાત્મક પ્રતિસાદ મળ્યો, જેના કારણે તેણી તેની મોડેલિંગ કારકિર્દીમાં આગળ વધી. 19 વર્ષની ઉંમરે, તેમણે ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ સાઉથ એશિયન મહિલા બની. આ પછી, ભારત અને વિદેશમાં મેગેઝિનના કવર પેજ પર ચમકી.
    Click here to Read More
    Previous Article
    ગ્રીસમાં શરૂ થઈ ભારતની UPI સર્વિસ:હવે દુનિયાના 10 દેશોમાં ભારતીયો ડિજિટલ પેમેન્ટ કરી શકશે; પીયૂષ ગોયલની હાજરીમાં લાઇવ ડેમો થયો
    Next Article
    છારા ગેંગના મુખ્ય આરોપી અજુબાની પત્ની દિવ્યા ગાંગડેકરની ધરપકડ:કૃષ્ણનગરમાં લૂંટ કરનાર આરોપીના વર્ણન પરથી ગેંગની ઓળખ થઈ, 25 લાખ રોકડા મળ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment