Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું:બ્લાસ્ટમાં 15 વર્ષના વિદ્યાર્થીનો હાથ ઊડી ગયો; 5 હજારની ધરપકડ, ધરપકડ કરાયેલા લોકોમાંથી 87% સગીર

    13 hours ago

    ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સપ્ટેમ્બરમાં શરૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. વિદ્યાર્થીઓ શાળાઓમાં વધતી ભીડ, જર્જરિત ઇમારતો અને શિક્ષકોની અછતનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓએ સેંકડો શાળાઓ બંધ કરાવી છે. આંદોલન દરમિયાન ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ છે. લેન્સ શહેરમાં એક શાળાની નજીક થયેલા વિસ્ફોટમાં 15 વર્ષના એક વિદ્યાર્થીનો હાથ ઊડી ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલાં ગયા અઠવાડિયે 14 વર્ષના ઈડન નામના વિદ્યાર્થીના માથા પર ટિયર ગેસ છોડ્યાના સમાચાર સામે આવ્યા હતા. તેના જડબામાં બે જગ્યાએ ફ્રેક્ચર થયું હતું અને તેને મોટી સર્જરી કરાવવી પડી હતી. પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 190 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જ્યારે 5,060 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંના 87% સગીર છે. મંગળવારે દેશભરમાં સૌથી મોટા પ્રદર્શનની જાહેરાત આ આંદોલન સપ્ટેમ્બરમાં પેરિસથી શરૂ થયું હતું. તેની શરૂઆત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કરી હતી. બાદમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાઈ ગયા. વિદ્યાર્થીઓની મુખ્ય ફરિયાદો શાળાઓની ખરાબ વ્યવસ્થાને લઈને છે. તેમનું કહેવું છે કે ઘણા વર્ગખંડોમાં જરૂર કરતાં વધુ વિદ્યાર્થીઓ છે, શાળાની ઇમારતો જર્જરિત છે અને શિક્ષકોની અછત છે. આ જ માંગને લઈને હવે મંગળવારે દેશભરમાં પ્રદર્શનની તૈયારી છે. મુખ્ય વિદ્યાર્થી સંગઠન યુનિયન સિન્ડિકલ લિસેનએ લોકોને આંદોલનમાં જોડાવાની અપીલ કરી છે. શિક્ષકોના સંગઠનોએ પણ પોતાના સભ્યોને મંગળવારના પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. 24 શાળાઓ સળગાવવામાં આવી, PMએ કહ્યું- નરમાઈ નહીં દાખવીએ ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયન લેકોર્નુએ રવિવારે વિદ્યાર્થીઓ અને શિક્ષણ કર્મચારીઓની સમસ્યાઓ દૂર કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી. તેમણે શાળાઓમાં ફેરફાર લાવવાનું વચન આપ્યું. જોકે, તેમણે હિંસાના મામલે કોઈપણ પ્રકારની નરમાઈ દાખવવાનો ઇનકાર કર્યો. તેમનું કહેવું હતું કે સરકાર ઘાયલ વિદ્યાર્થીઓ, શાળા કર્મચારીઓ અને પોલીસકર્મીઓની સાથે ઊભી છે. પ્રદર્શન દરમિયાન શાળાઓની નાકાબંધી ઉપરાંત અનેક સ્થળોએ કચરાપેટીઓમાં આગ લગાડવાની ઘટનાઓ પણ બની હતી. શિક્ષણ મંત્રી એડુઆર જોફ્રેના જણાવ્યા અનુસાર, આંદોલન શરૂ થયા બાદથી 24 શાળાઓને સળગાવી દેવામાં આવી છે અથવા તેમાં તોડફોડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    UPSC Engineering Service 2027 Registration Ends Today: Check Exam Date, Vacancies
    Next Article
    19 વિપક્ષી પાર્ટીની 'સેવ ડેમોક્રેસી માર્ચ' થોડી જ વારમાં:ચૂંટણી પંચનો ઘેરાવ કરશે; AAP, DMK સામેલ નથી; SIRમાં 13 કરોડ નામ કાપી નાખવામાં આવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment