Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષની ઉંમરથી આશા ભોસલે 3-4 કલાક જ ઊંઘતા હતાં!:પરિવારની જવાબદારીના ભારે અનિદ્રાનો શિકાર બનાવી દીધાં હતાં, સૂવા માટે દવા લેવી પડતી હતી

    13 hours ago

    બોલિવૂડના દિગ્ગજ સિંગર આશા ભોસલે અનંતયાત્રા પર નીકળી ગયા છે. 92 વર્ષની ઉંમર સુધી સતત કામ કરતા રહેલા આશાતાઈ આજના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમની સખત મહેનતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, 15 વર્ષની ઉંમરથી જ આશાતાઈ માત્ર 3થી 4 કલાકની ઊંઘ જ લેતાં હતાં. 9 વર્ષની ઉંમરે પરિવારની જવાબદારી માથે આવી આશા ભોસલેના પિતા દીનાનાથ મંગેશકર પ્રખ્યાત થિયેટર કલાકાર અને શાસ્ત્રીય ગાયક હતા. જ્યારે આશા માત્ર 9 વર્ષના હતાં, ત્યારે તેમના પિતાનું અવસાન થયું. પરિવાર પર આભ ફાટી પડ્યું. પરિવારનું ગુજરાન ચલાવવા દીદી લતા મંગેશકર અને આશાએ નાની ઉંમરે ગાવાનું શરૂ કરી દીધું. પરિવારની જવાબદારી ઉઠાવવા તેઓ સતત ગીતો ગાતા હતાં. આ માટે તેમને સતત રિયાઝ કરવો પડતો હતો. તેઓ પોતાની ઊંઘનું બલિદાન આપીને સખત મહેનત કરતા રહ્યા. 'ઊંઘની સાથે કામ કરવું શક્ય નહોતું' આશા ભોસલેએ અગાઉ 'કર્લી ટેલ્સ' (યુટ્યુબ ચેનલ) સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મારી ઊંઘ 3-4 કલાકની છે. જ્યારે હું 15 વર્ષની હતી, ત્યારે મેં ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું હતું. ત્યારે હું બોરીવલીમાં રહેતી હતી એટલે ખૂબ વહેલા ઉઠવું પડતું અને કામ પર જવું પડતું હતું. તે સમયથી જ આ ટેવ પડી ગઈ. પછી ગાવાનો રિયાઝ પણ કરવો પડે. રિયાઝ માટે 2 કલાક જોઈએ. તેથી, ઊંઘની સાથે આ બધું શક્ય નહોતું.' તેમણે આગળ કહ્યું, ‘જે દિવસે કામ ન હોય, તે દિવસે થોડું મોડું ઉઠીએ ખરા, પણ સવારે 7 વાગ્યા પછી નહીં. ઊંઘ આવે તે માટે મારે ગોળીઓ પણ લેવી પડતી હતી.’ મરાઠી ફિલ્મથી બોલિવૂડ સુધીની સફર આશા ભોસલેએ પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત 1943માં એક મરાઠી ફિલ્મ 'માઝા બાળ'ના ગીત 'ચલા ચલા નવ બાળા'થી કરી હતી. હિન્દી સિનેમામાં તેમને પહેલી તક 1948માં ફિલ્મ 'ચુનરિયા'ના ગીત 'સાવન આયા'થી મળી હતી. તેમણે ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી, આઈએ મહેરબાન, આગે ભી જાને ન તૂ, ઓ હસીના ઝુલ્ફોં વાલી, ઓ મેરે સોના રે, રાત અકેલી હૈ, પિયા તૂ અબ તો આજા, દમ મારો દમ, ચુરા લિયા હૈ તુમને જો દિલ કો, ઇન આંખોં કી મસ્તી, દિલ ચીઝ ક્યા હૈ, તન્હા તન્હા, રંગીલા રે સહિતના ગીતોમાં પોતાનો સૂરીલો અવાજ આપ્યો. 82 વર્ષના સિંગિંગ કરિયરમાં તેમણે 20 ભાષાઓમાં 12000 ગીતો ગાયાં હતાં. પરિણામે તેમના નામે સૌથી વધુ રેકોર્ડિંગ ગીતો ગાવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો. તેમણે લતા મંગેશકર સાથે 70થી વધુ ગીતો ગાયા છે, જ્યારે દિગ્ગજ સિંગર કિશોર કુમાર સાથે 650થી વધુ ગીતોમાં જુગલબંધી કરી છે. સમાચાર વિશે વધુ વાંચો...
    Click here to Read More
    Previous Article
    ચાંદીમાં આજે ₹2,753નો ઘટાડો, સોનું ₹246 સસ્તું:ઇરાન યુદ્ધના કારણે સોનું ₹9 હજાર સસ્તું, ચાંદી ₹29 હજાર નીચે આવી
    Next Article
    અંતિમ સફરે આશાતાઈ:રસ્તા પર હજારો ચાહકોની ભીડ અંતિમ દર્શન માટે ઊમટી, નારા લાગ્યા- 'જબ તક સૂરજ ચાંદ રહેગા આશા તેરા નામ રહેગા'

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment