Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા પા ગામેથી જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા:27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, જેસર પોલીસ બે અલગ અલગ સ્થળે ત્રાટકીને દબોચાયા

    10 hours ago

    ભાવનગર જેસર પોલીસ મથકના જવાનોઓ વિસ્તારોમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન એક જ જગ્યાએ નવા પા ગામે જુગારના અલગ અલગ બે કેસોમાં જુગાર રમતા 15 શખ્સો ઝડપી લઈ તેઓની પાસેથી 27 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જુગારના પ્રથમ બનાવ અંગે જેસર પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર પોલીસ સ્ટાફનાં માણસો મત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, નવા પા ગામએ જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો શ્રાવણીયો જુગાર રમે છે જે માહિતી આધારે પોલીસ જવાનોએ રેડ કરતા ચાર ઈસમો ગોળ કુંડાળું વળીને જુગારની બાજીમાં મગ્ન મળી આવ્યા હતા, જેમાં લાભુ પરશોતમભાઇ ચુડાસમા ઉ.વ.40, મજુરી, રહે. નવા પા, ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ સરવૈયા ઉ.વ.50, ખેતી, રહે. જુના પા, રાજેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા ઉ.વ.65, ખેતી, રહે. જુના પા તથા અશોક ધનજીભાઇ ચાવડા ઉ.વ.48, હિરા, રહે. નવા પા વાળાને જુગાર ના પટ માં પડેલ રોકડા રૂપિયા રૂ.11,820 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુગારના બીજા બનાવ અંગે જેસર પોલીસ સ્ટાફનાં માણસો મત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, નવા પા ગામે જાહેર જગ્યામાં અમુક ઇસમો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં પ્રવિણ ડાયાભાઇ સોલંકી ઉ.વ.42, ખેતી, રહે. નવા પા, રાજુ વલ્લભભાઇ ચુડાસમા ઉ.વ.30, મજુરી, રહે. નવા પા, અજય ભરતભાઇ સોલંકી ઉ.વ.27, ખેતી, રહે. નવા પા, મનસુખ કરમશીભાઇ પરમાર ઉ.વ.45, ખેતી, રહે. નવા પા, રમેશ ભાયાભાઇ ડાભી ઉ.વ.45, મજુરી, રહે. નવા પા, મહેશ સોમાતભાઇ ચૌહાણ ઉ.વ.33, મજુરી, રહે. નવા પા, દીનેશ કરમશીભાઇ પરમાર ઉ.વ.35, ખેતી, રહે. નવા પા, મહેન્દ્ર સોમાતભાઇ ચૌહાણ ઉ.વ.29, ખેતી, રહે. નવા પા, સુરેશ ભોળાભાઇ બારૈયા ઉ.વ.45, હિરા, રહે. રામનગર, જેસર, ભોળાભાઇ શંભુભાઇ સોલંકી ઉ.વ.40, ખેતી, રહે. નવા પા તથા જીગ્નેશ જયવંતભાઈ ગૌસ્વામી ઉ.વ.37, હિરા, રહે. નવા પા વાળાઓ ને ઝડપી લીધા હતા, જુગાર ના પટ માંથી જુગાર સાહિત્ય તથા રોકડા રૂપિયા 15,720 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે કુલ બે સ્થળોએથી રેઈટ કરી જુગાર રમતાં 15 જુગારીઓ પાસેથી 27,540 નો મુદ્દામાલ ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રિ. એમ. સી. શાહ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી:20 વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડ સંભાળ્યા, સુતરની આંટીથી ગુરુજનોનું સન્માન કરાયું
    Next Article
    UPTET 2026 Result: Submit Objections Via Email Till September 10, Check Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment