Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં 15 બૂથ પર ફરી મતદાન:સાઉથ 24 પરગણામાં BJP-TMC કાર્યકરો વચ્ચે અથડામણ; ફાલ્ટામાં લોકોનો TMC કાર્યકરો પર મારપીટનો આરોપ

    19 hours ago

    પશ્ચિમ બંગાળમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથ પર શનિવારે ફરીથી મતદાન થયું. સાઉથ 24 પરગણામાં TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન સુરક્ષા દળોએ બંને પક્ષોને શાંત પાડ્યા. ડાયમંડ હાર્બરના ફાલ્ટામાં સ્થાનિક લોકોએ TMC કાર્યકરો પર હુમલો કરવાનો અને પોલીસ પર લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો. લોકોએ જણાવ્યું કે મતદાન કર્યા પછી TMCના લોકોએ તેમની સાથે મારપીટ કરી અને જ્યારે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. ઘણા લોકોને પગમાં, માથામાં અને હાથમાં ઈજા થઈ છે. બીજી તરફ, TMCએ આરોપ લગાવ્યો કે મગરાહાટના બૂથ નંબર 127 પર સુરક્ષા દળોએ અમારા કેમ્પમાં તોડફોડ કરી અને કાર્યકરો સાથે મારપીટ કરી. ઘટના બાદ TMC સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા છે. ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 86% થી વધુ મતદાન થઈ ચૂક્યું છે.આ ઉપરાંત, ચૂંટણી પંચે બંગાળમાં 165 વધારાના કાઉન્ટિંગ ઓબ્ઝર્વર અને 77 પોલીસ ઓબ્ઝર્વર તૈનાત કર્યા છે. મતદાનના ફોટા… દક્ષિણ 24 પરગનાની બે વિધાનસભા બેઠકો પર ફરીથી મતદાન અંગે અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    AIIMS Portable MRI: India’s First Bedside Brain Imaging System Launched
    Next Article
    આજી ડેમમાં ચાર ડૂબ્યા, ત્રણની લાશ મળી:એકની શોધખોળ, ચારેય લોકો ડેમના પાણીમાં વાહન ધોવા માટે ગયા હોવાનું અનુમાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment