Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 22.5 ડિગ્રીએ પહોંચ્યું

    1 week ago

    પોરબંદરમાં મહતમ તાપમાન 32.9 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 22.5 ડિગ્રી નોંધાયું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 4 ટકા વધીને 70 ટકા નોંધાયું છે જેથી સવારથી ગરમી પડે છે અને મોડી રાત્રે ઝાંકળ પડે છે. પોરબંદરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સવારથી રાત સુધી ગરમી પડે છે અને બપોરે ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પોરબંદરમાં ગઈકાલે રવિવારે મહતમ તાપમાન 32.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા નોંધાયું હતું જેની સામે સોમવારે મહતમ તાપમાન 32.9 ડિગ્રી યથાવત રહ્યું છે અને લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 22.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 4 ટકા વધીને 70 ટકા સુધી પહોંચ્યું છે જેને કારણે મોડી રાત થી વહેલી સવાર સુધી ઝાંકળનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ સિઝનનું સૌથી વધુ ભેજની ટકાવારી નોંધાઇ પોરબંદરમાં ગત માસે અને ચાલુ માસ દરમ્યાન અલગ અલગ દિવસે ભેજનું પ્રમાણ 17 ટકાથી લઈને ગઈકાલે રવિવારે 66 ટકા સુધી રહ્યું હતું. જ્યારે સોમવારે ભેજનું પ્રમાણ 70 ટકા સુધી પહોંચ્યું છે, સિઝનનું સૌથી વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ ફીડબેક 97 ટકા દર્દીઓએ સારવાર અને સુવિધાને વધાવી
    Next Article
    કામગીરી:પોરબંદર જિલ્લામાં હવે ગેસ એજન્સી ખાતે પોલીસનો પહેરો લગાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment