Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.ટી. મકવાણાની બદલી રોકવા 15 ગામના લોકો મેદાને:સ્થાનિકોએ કહ્યું-'ચોટીલા પ્રાંત અધિકારી દિવસના 18-18 કલાક કામ કરે છે, કાર્યકાળ પુરો કરવા દો'

    18 hours ago

    સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ખાણ માફિયાઓની કેડ ભાંગી નાખનારા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણાની મહીસાગરમાં બદલી થતાં આસપાસના 15 ગામના સરપંચો અને સ્થાનિકો તેઓની બદલીને રોકવા મેદાનમાં ઉતર્યાં છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. એચ.ટી. મકવાણાને ચોટીલા પ્રાંત અધિકારી તરીકે યથાવત્ રાખવાની માંગ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે, તેઓનો કાર્યકાળ પુરો કરવા દો' એચ.ટી. મકવાણાએ અનેક દબાણો દૂર કરીને સરકારી જમીનો મુક્ત કરાવી ચોટીલા, થાન અને મૂળી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા એચ.ટી. મકવાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ખનન અને અનેક દબાણો દૂર કરીને સરકારી જમીનો મુક્ત કરાવી હતી. આ ઉપરાંત, તેમણે શિક્ષણ, આરોગ્ય, મધ્યાહન ભોજન અને રેશનિંગમાં ચાલતી ગેરરીતિઓ પણ અટકાવી છે. ગુનેગારો પાસેથી ગરીબોની જમીન છોડાવવા અને ઘરવિહોણા પરિવારોને જમીન ફાળવવા જેવા કાર્યોથી સ્થાનિકોને મોટી રાહત મળી હતી. તેમણે વિવિધ વહીવટી વિભાગોની કામગીરીનું નિયમિત માર્ગદર્શન અને સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. ‘ડેપ્યુટી કલેક્ટરનો શું પાવર હોય એ અમે જોયો છે’ ઉમરડાના પીઠા પરમારે જણાવ્યું કે, સાહેબની દરેક કામગીરીથી અમે પૂરેપૂરા વાકેફ છીએ. ડેપ્યુટી કલેક્ટરનો શું પાવર હોય, એ અમે છેલ્લા લગભગ 15-18 મહિનાથી સાહેબની કારકિર્દી દરમિયાન જોયો છે. ‘20 કલાક સુધી સતત ભૂખ્યા રહીને કામ કર્યું છે’ વધુમાં જણાવ્યું કે, તેઓએ 24 કલાકમાં લગભગ 18 થી 20 કલાક સુધી સતત ભૂખ્યા રહીને કામ કર્યું છે. મારી નજર સામે સાડા ચાર કે પાંચ વાગ્યે બપોરનું ભોજન લીધું છે. તો આવા અધિકારીઓનો હજુ સમયકાળ પૂર્ણ નથી થયો. જેથી તેની બદલી રોકવામાં આવે. અમારા ત્રણ તાલુકામાં વધારેમાં વધારે એમનો લાભ મળી રહે. નળખંબાના સરપંચ કિરીટ પનારાએ જણાવ્યું કે, નાના વર્ગના લોકો માટે સાહેબે ઘણા કામ કર્યાં છે. તેઓએ ભૂ-માફિયાઓમાં ડર પેદા કર્યો છે. ચોટીલા-થાન પંથકમાં ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર SDM એચ.ટી.મકવાણાની ટ્રાન્સફર ગુજરાત સરકારે રવિવારે 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરી. ખનીજ માફિયાઓ પર સકંજો કસનારા એચ.ટી.મકવાણાની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી. સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એચ.ટી.મકવાણાએ તાલુકામાં ચાલી રહેલી ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવી ચર્ચામાં આવ્યા હતા. જેઓની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    જાવેદ અખ્તરે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને ઝાટકી નાખ્યા:પાક ટ્રોલર્સને પણ ફટકાર લગાવી, ઝરદારીએ કહ્યું હતું- અમે હિંદુઓને સહન કરીએ છીએ
    Next Article
    રાજકોટમાં MLA જયેશ રાદડિયા VS મહામંત્રી પ્રશાંત કોરાટ:લોધિકા સહકારી સંઘની ચૂંટણી બની બે સિનિયર નેતાની પ્રતિષ્ઠાનો જંગ, ચેરમેન બનવા રૈયાણી અને ઢાંકેચા વચ્ચે રેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment