Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના નાનાપોંડામાં 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ ઉજવાશે:ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય આયોજન; ડેપ્યુટી CMની ઉપસ્થિતિમાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે

    1 day ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંડા હેલીપેડ મેદાન ખાતે આગામી 15 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 13 થી 18 નવેમ્બર, 2026 દરમિયાન આયોજિત આ ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહેશે અને અંદાજે 15 હજાર લોકો જોડાશે. કાર્યક્રમની શરૂઆત નાનાપોંડા સર્કલ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરાશે, ત્યારબાદ પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે 500 મીટર લાંબી શોભાયાત્રા નીકળશે. ₹ 121 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના હસ્તે ₹ 16.82 કરોડના ખર્ચે તૈયાર થયેલા 83 વિકાસકામોનું લોકાર્પણ તેમજ ₹ 31.49 કરોડના 381 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ₹ 72.78 કરોડના ખર્ચે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના નવા બાંધકામનું ખાતમુહૂર્ત પણ કરાશે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ કુલ 9,146 લાભાર્થીઓને ₹ 26.35 કરોડથી વધુની સહાયનું વિતરણ થશે, જેમાં વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ 3,084 લોકોને જંગલ જમીનના અધિકારપત્ર અપાશે. શબરી બૂથ અને જોહાર કેફેની નવી પહેલ શરૂ થશે સહાય વિતરણ અંતર્ગત વ્યક્તિગત આવાસ યોજનામાં 613 લાભાર્થીઓને ₹ 1.83 કરોડ, કુંવરબાઈનું મામેરું યોજનામાં 400 લાભાર્થીઓને ₹ 48 લાખ, વેલાવાળા શાકભાજી યોજનામાં 866 લાભાર્થીઓને ₹ 1.26 કરોડ, ફળદ્રુપ ઝાડ રોપા યોજનામાં 436 લાભાર્થીઓને ₹ 74 લાખ અને સંકલિત ડેરી વિકાસ યોજનામાં 3,800 લાભાર્થીઓને ₹ 22.04 કરોડની સહાય મળશે. આદિવાસી મહિલાઓ અને કારીગરોને પ્રોત્સાહન આપવા જિલ્લાના સાપ્તાહિક હાટમાં ‘શબરી બૂથ’ તેમજ કપરાડાના સુથારપાડા APMC ખાતે આદિવાસી અને મિલેટ વાનગીઓ માટે ‘જોહાર કેફે’ શરૂ કરાશે.
    Click here to Read More
    Previous Article
    बिजनौर के नहटौर से अवैध हथियार बरामद, दो बदमाश गिरफ्तार
    Next Article
    બોટાદ મંદિરમાં મહાપૂજા અને પુષ્પાભિષેક યોજાયા:નિત્યસ્વરૂપદાસજી સ્વામીના હસ્તે 11 નવેમ્બરે મહોત્સવ યોજાયો, મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment