Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 હજાર મહેમાનો માટે લાકડાના ચૂલે રંધાઈ 14 વાનગી:ગોડાદરામાં 51 યુગલોના સમૂહ વિવાહ, કોમર્શિયલ સિલિન્ડર ન મળતા દ. ગુજરાતના ગામડાઓમાંથી 2000 કિલો લાકડા મંગાવાયા

    12 hours ago

    સુરતમાં હાલમાં વર્તાઈ રહેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતની સીધી અસર હવે સામાજિક પ્રસંગો પર જોવા મળી રહી છે. ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ વિવાહ સમારોહમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ પરંપરાગત પદ્ધતિ અપનાવી છે. 15,000થી વધુ લોકોના જમણવાર માટે આયોજકોએ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી ખાસ 2000 કિલો લાકડા મંગાવીને મેદાનમાં લાકડાના ચૂલા ખડકી રસોઈ બનાવી હતી. જમણવારનું સંકટ દૂર કરવા રાત-દિવસ મહેનત ગોડાદરા ખાતે યોજાનારા આ ભવ્ય પ્રસંગમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. સમિતિએ અગાઉથી જ 15,000 મહેમાનો અને જાનૈયાઓ માટે આમંત્રણ પાઠવી દીધા હતા. જોકે, છેલ્લી ઘડીએ કોમર્શિયલ ગેસના બાટલાનો પુરવઠો ન મળતા આયોજકો ચિંતામાં મુકાયા હતા. મહેમાનોને જમાડ્યા વગર ન મોકલવાના સંકલ્પ સાથે સમિતિએ તાબડતોબ ગામડાઓનો સંપર્ક કરી લાકડાની વ્યવસ્થા કરી હતી. મેનૂમાં 14 વાનગીઓનો રસાસ્વાદ ગેસની અછત છતાં આયોજકોએ મેનૂમાં કોઈ કાપ મૂક્યો નથી. લાકડાના ચૂલા પર કુલ 14 જેટલી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવી. રસોઈયાઓ દ્વારા ગઈરાતથી જ દૂધીનો હલવો અને લાંબો સમય લેતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેવાયું હતું. લાકડાના ધીમા તાપે રંધાતી રસોઈનો સ્વાદ પણ અનોખો હોય છે, જેનો આનંદ મહેમાનોએ માણશે. રસોઈની ટીમનો દાવો છે કે, સાંજ સુધીમાં તમામ 14 વાનગીઓ તૈયાર થઈ જશે. અછત વચ્ચે પણ આયોજકોની હિંમત સુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાયો છે. આવી સ્થિતિમાં હોટેલ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, પરંતુ આ સમૂહ લગ્ન સમિતિએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને અન્ય આયોજકો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંકટ સમયે હિંમત હારવાને બદલે રસ્તો કાઢવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    કોલકાતા: PMની રેલી પહેલા ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:સામ-સામે પથ્થરમારો કર્યો, પોલીસે ખદેડ્યા; મમતાના મંત્રીએ કહ્યું- મારા પર ઈંટથી હુમલો કર્યો
    Next Article
    પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમવારે પાટણના પ્રવાસે:APMC હોલ ખાતે કાર્યકર્તા સંમેલન, બુથ પ્રમુખના ઘરે ભોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment