Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પૂરથી એક દિવસમાં 15ના મોત, મનપાએ મોતનો કૂવો બનાવ્યો:13ના ડૂબવાથી, એકનું પડવાથી અને એકનું કરંટથી મોત; ત્રણ દિવસમાં 26ના જીવ ગયા, શરમથી કોણ ડૂબી મરશે?

    1 day ago

    સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે. મઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કૂલ 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આકાશી આફતમાં 13 લોકોના પૂરના પાણીમાં ડૂબી જવાથી જ્યારે એકનું પડી જવાથી અને 20 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું છે. કમાઉ દીકરાઓ અને માસૂમ બાળકોના અકાળે મોતથી શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કૂલ 26 લોકોના મોત નિપજ્યા છે. ડિંડોલી: હોસ્પિટલના સફાઈ કામદારનો પૂરમાં ગરકાવ ડિંડોલીના મહાદેવ નગરમાં રહેતા 58 વર્ષીય પ્રસાદ વીરચંદ કાપડે સગરામપુરા સ્થિતિ મહાવીર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. મંગળવારે સાંજે તેઓ નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભરાયેલા વરસાદી પૂરના ધસમસતા પાણીમાં તેઓ ડૂબી ગયા હતા. બુધવારે સવારે ડિંડોલી સાઈ પોઈન્ટ નજીક આવેલી કવિતા મેડિકલ પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવાર પર વજ્રપાત થયો છે. પુણાગામ: પાણી ભરાયેલા રસ્તાઓ કાળ બન્યા, બેના ડૂબી જવાથી મોત પુણાગામ જમના નગરમાં રહેતા 45 વર્ષીય મહેશભાઈ દુલાભાઈ ઝાલોદરા મંગળવારે વરસાદી પૂરના પાણીની ઝપેટમાં આવી ગયા હતા. બુધવારે સવારે જમનાબા સ્કૂલની સામે પીર ફળિયા પાસે પાણીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પુણાગામના જ ભયાનગર, વિષ્ણુ નગર ખાતે રહેતા 44 વર્ષીય પરેશસિંહ માનસિંહ ખેંગાર મંગળવારે રાત્રે પોતાના ઘર નજીક જ કોઈક રીતે વરસાદી પાણીના પૂરમાં ડૂબી ગયા હતા. બુધવારે સવારે તેમનો પણ મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સચિન: મિલ હેલ્પર પૂરના પાણીમાં તણાયો, પાલી પાસેથી લાશ મળી સચિન નર્મદા હાઉસિંગમાં રહેતા 41 વર્ષીય સંજીત ત્રિવેણી મહંતો સ્થાનિક મિલમાં હેલ્પર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે સાંજે તેઓ કંપનીમાંથી છૂટીને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. બુધવારે સવારે પાલી ગામની આગમ નવકાર સોસાયટી પાસેથી તેમનો મૃતદેહ રઝળતી હાલતમાં મળી આવ્યો હતો. પાંડેસરા: 16 વર્ષના શ્રમિક કિશોર અને 9 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવ્યા પાંડેસરા રામજી મંદિર પાસે સંદીપ નગરમાં રહેતો 16 વર્ષીય સત્યન રામબરન શ્રીવાસ્તવ ચાની લારી પર મજૂરી કરતો હતો. મંગળવારે સાંજે કામ પરથી પરત ફરતી વખતે તે પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. સ્થાનિકોએ તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પાંડેસરાના જ નાગસેન નગર, જનકપુરી સોસાયટીમાં રહેતો 9 વર્ષીય અનુભવ ધર્મેન્દ્રકુમાર કોળી મંગળવારે સાંજે ઘર નજીક રમતા-રમતા વરસાદી પૂરના પાણીમાં ડૂબી ગયો હતો. બુધવારે સવારે તેનો માસૂમ મૃતદેહ મળી આવતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે. ઉન પાટિયા: કંપનીમાંથી ઘરે પરત ફરતા સગા બે ભાઈઓના મોત ઉન સંજય નગર ખાતે રહેતા બે સગા ભાઈઓ, 21 વર્ષીય હારુન અખ્તર અંસારી અને 18 વર્ષીય ફારુક અખ્તર અંસારી હજીરાની કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે રાત્રે બંને ભાઈઓ નોકરી પૂરી કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરની એકદમ નજીક પહોંચ્યા હોવા છતાં રસ્તા પર ફરી વળેલા પૂરના ભારે પ્રવાહમાં બંને ભાઈઓ બાઈક સાથે તણાઈ ગયા હતા. સવારે સર્ચ ઓપરેશન દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જુવાનજોધ બે દીકરાઓના મોતે માતા-પિતાને ભાંગી નાખ્યા છે. બહેનના ઘરે દૂધ આપવા ગયો ને 20 વર્ષના દેવને કરંટ લાગ્યો ભીમરાડ પટેલ ફળિયામાં રહેતો 20 વર્ષીય દેવ મનસુખભાઈ પટેલ ડિજિટલ પ્રિન્ટિંગમાં નોકરી કરતો હતો. બુધવારે સવારે તે ડુંગળી ફળિયામાં રહેતી પોતાની બહેનના ઘરે દૂધ આપવા ગયો હતો. ત્યાં તેના ફોઈના ઘરે ફ્રિજ બંધ હોવાથી, દેવ ફ્રિજ ચાલુ કરવા ગયો હતો. ચોમાસાના ભેજવાળા વાતાવરણ વચ્ચે ફ્રિજમાંથી જોરદાર ઇલેક્ટ્રિક કરંટ લાગતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડિંડોલી: માર્ક પોઇન્ટ પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી ડિંડોલી માર્ક પોઇન્ટ પાસે ભરાયેલા વરસાદી પૂરના પાણીમાંથી બુધવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મંગળવારે પૂરના પાણીમાં ડૂબી જવાથી જ આ યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ હજુ સુધી આ યુવકની ઓળખ કરી શકી નથી અને તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વેડરોડ: ATMમાં રૂપિયા ઉપાડવા નીકળેલા યુવકનું મોત મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં વેડ રોડ વિસ્તારની વિજયનગર સોસાયટી વિભાગ 1માં રહેતા નરેન્દ્ર ગજાનંદ વાનખેડે (31 વર્ષ) નોકરી કરતા હતા. ગઈકાલે રાત્રે નાઈટ શિફ્ટ કરીને ઘરે આવ્યા હતા. બાદમાં બપોરે પાણી ભરાઈ જતા નરેન્દ્ર ઘર પાસે ATMમાં રૂપિયા ઉપાડવા માટે નીકળ્યા હતા. મોડે સુધી તે ઘરે પરત નહી આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. દરમિયાન આજે સવારે ઘર પાસેના જે.પી નગરના ખુલ્લા મેદાનમાંથી પાણીમાં ડૂબી ગયેલા હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદ ગામ: ત્રીજા માળેથી પડી જતા પ્રજ્ઞાચક્ષુનું મોત પાંડેસરા વડોદ ગામ ખાતે મારુતિ આવાસમાં તેજબહાદુર પરિવાર સાથે રહે છે અને ડાંઈગ મિલમાં નોકરી કરે છે. તેમના સંતાન પૈકી 18 વર્ષીય ભોલાભાઈ પ્રજ્ઞાચક્ષુ હતા. ગઈકાલે રાતે તેઓ અગાસી પર સુતા હતા. દરમિયાન આજે વહેલી સવારે વરસાદ આવતા તે નીચે ઘરે આવવા જતા ત્રીજા માળેથી નીચે પટકાય ગયા હતા. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ભેસ્તાન: સંબંધીના ઘરે જતા વૃદ્ધનું પાણીમાં પડી જતા મોત મૂળ મહારાષ્ટ્રના વતની રામભાવ આનંદા કાહલે (73 વર્ષ) હાલમાં પાંડેસરા પ્રેમનગરમાં પરિવાર સાથે રહેતા હતા અને નિવૃત જીવન જીવતા હતા. ગઈકાલે તેમના ઘર પાસે પાણી ભરાઈ ગયા હતા. જેથી તેઓ તેમના પુત્ર સાથે ભેસ્તાન ખાતે મહેક સોસાયટીમાં રહેતા સંબંધીના ઘરે રોકાવા જઈ રહ્યા હતા. ત્યારે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે તેઓ પાણીમાં પડી ગયા હતા. જેથી તેમનો પુત્ર તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રામભાવને મૃત જાહેર કર્યા હતા. ડિંડોલી: એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું ડૂબી જતા મોત મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ડિંડોલી ખાતે આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા પ્રણય નવીનકુમાર ઠાકુર (ઉ. વ.18) વરાછા ખાતે આવેલી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પિતાને સામેથી ફોન કરી માર્ક પોઇન્ટ પાસે લેવા ગયો હતો. દરમિયાન અધવચ્ચે જ વરસાદી પાણીમાં ડૂબી ગયો હતો. બાદમાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ડીંડોલી ગુરુદત્ત પોઇન્ટ ખાડી માંથી મૃતદેહ મળ્યો હતો. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી પોલીસને કબજો સોંપ્યો હતો. ડિંડોલી: દરજીનું ડૂબી જતા મોત મૂળ બિહારના વતની અને હાલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ચંદ્રેસ વિલાસ રાજભર (ઉ.વ.44) સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ વરસાદી પાણીમાં નીકળ્યો હતો. દરમિયાન પાણીમાં ડૂબી ગયો હતો. આજેઆજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ડીંડોલી ગુરુદત્ત પોઇન્ટ ખાડી માંથી મૃતદેહ મળ્યો હતો. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી પોલીસને કબજો સોંપ્યો હતો. આ સમાચાર પણ વાંચો સવારથી ભૂખી-તરસી લાચાર માતા, ઘરે ત્રણ બાળકો એકલા; દૂધ લેવા અફરાતફરી ડાયમંડ અને ટેક્સટાઈલ સિટીની ઓળખ ધરાવતા સુરતમાં 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદે ચારેકોર પાણી પાણી કરી દીધું. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બે દિવસ દરમિયાન વીજકરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે(8 જુલાઈ) સવારથી વરસાદમાં રાહત છે પણ પાણી ભરાવાના કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કરોડોના માલસામાન અને ઘરવખરીને નુકસાન થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ: સુરતમાં પૂરના પાણી ઓસરતા જ લોકો-વેપારીના આંસુ છલકાયા સુરતમાં 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો મંગળવારે જળમગ્ન બન્યા હતા. આજે વરસાદે વિરામ લીધો હોય મોટાભાગના વિસ્તારમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે. તો બીજી તરફ પૂરના પાણીના કારણે લોકો અને વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થતા આંસુઓ છલકાવા લાગ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ સુરતના ખાડીપૂરનું રૌદ્ર સ્વરૂપનો જુઓ ડ્રોન VIDEO વરસાદના વિરામ બાદ પણ શહેરમાંથી પસાર થતી ખાડીઓના કારણે શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. જ્યાં લાખોના ફ્લેટ અને કરોડો રૂપિયાના બંગલા છે તેની ફરતે પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. ભાસ્કરે સુરતના અલથાણ, સરથાણા, બમરોલી, સીમાડા, ગોડાદરા, મીઠી ખાડી અને લિંબાયત વિસ્તારમાં ખાડીપૂરના કારણે સર્જાયેલા જળબંબાકારના ડ્રોન વીડિયો મેળવ્યા છે. વીડિયો જોવા અહીં ક્લિક કરો ખાડીપૂર રોકવામાં 10 કરોડનું બજેટ અને મોંઘીદાટ મશીનરી ફેલ સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના સરેઆમ ધજાગરા ઉડી ગયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી પૂરની સ્થિતિને રોકવા માટે આ વર્ષે અગાઉથી જ મોટા-મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સુરતીઓને સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી કે આ વખતે ગમે તેવો વરસાદ પડે તો પણ ખાડી પૂર આવશે નહીં. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    તોતિંગ વૃક્ષ પડતા ગાડીઓને નુકસાન:લાલ દરવાજામાં AMC પે એન્ડ પાર્કિંગમાં વિશાળ વૃક્ષ પડતાં સાત ગાડીઓ દબાઈ, સદનસીબે કોઈ જાનહાની નહીં
    Next Article
    Sharad Pawar meets Eknath Shinde amid ‘talks’ in NCP(SP) over joining NDA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment