Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદીઓ બ્લડ પ્રેશરની 15 હજાર નકલી ગોળીઓ ગળી ગયા:મેડીકલ સ્ટોર્સમાંથી દવાની 1200 સ્ટ્રીપ ઝડપાઈ, લખનઉથી 2700 સ્ટ્રીપ સપ્લાય થઈ હતી; 3 ઝડપાયા

    6 days ago

    બ્લડ પ્રેશરના દર્દીઓ સાવધાન થઈ જજો. કારણ કે, તમે જે દવા લઈ રહ્યા છો તે નકલી નથી ને. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શહેરભરમાંથી 1200 જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પાર્શ્વ મેડિકલ સ્ટોરના દર્શીલ સંઘવી સહિત 3ની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની 10 દિવસની માંગ સામે અમદાવાદ મેટ્રો કોર્ટે ત્રણે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 મહિનામાં 1500 સ્ટ્રીપ શહેરના દર્દીઓને વેચવામાં આવી છે. આરોપીઓ એક સ્ટ્રીપ 112.90 રૂપિયામાં વેચતા હતા. એક સ્ટ્રીપમાં 10 ગોળી હોવાથી કુલ 15 હજાર નકલી ગોળીઓનું લોકોએ સેવન કર્યું. પાર્શ્વ મેડિકલ સ્ટોર દ્વારા 11 જગ્યાએ જથ્થો સપ્લાય કરાયો જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લી. ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની ફરિયાદ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં અલગ અલગ જગ્યાએ દવા વેચાઈ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં પાર્શ્વ મેડિકલ સ્ટોર દ્વારા 11 જેટલા મેડિકલ સ્ટોરમાં જથ્થો સપ્લાય કરાયો હતો. પોલીસે 1200 જેટલી નકલી દવાની સ્ટ્રીપ કબજે કરી હતી. નકલી દવાનો જથ્થો લખનઉથી ગુજરાત સપ્લાય કરાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરતા ઉત્તર પ્રદેશના લખનઉથી દેવેન્દ્ર યાદવ અને ઉંમગ રસ્તોગી ગુજરાતમાં નકલી દવાનો જથ્થો સપ્લાય કરતા હતા. અમદાવાદમાં પાર્શ્વ મેડિકલના દર્શિલ સંઘવીને નકલી દવાની જાણ હોવા છતાં 18% કમિશનની લાલચમાં જથ્થો ખરીદી 11 મેડિકલ સ્ટોરમાં વેચ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી આ નકલી દવા બજારમાં વેચવામાં આવતી હતી. 1500 સ્ટ્રીપ અમદાવાદમાં દર્દીઓને વેચાઈ મૂળ ઉત્તરાખંડથી નકલી દવાનો જથ્થો લખનઉ મોકલાયો હતો. 3600 સ્ટ્રીપમાંથી અમદાવાદમાં 2700 અને મૈસૂરમાં 900 સ્ટ્રીપ સપ્લાય થઈ હતી. જોકે, અમદાવાદ પોલીસે 2700 માંથી 1200 સ્ટ્રીપ જપ્ત કરી છે. જ્યારે 1500 સ્ટ્રીપ બ્લડ પ્રેશરના દર્દીઓને વેચવામાં આવી છે. શહેરના પાર્શ્વ મેડિકલના દર્શીલ સંઘવી સહિત 3ની ધરપકડ અમદાવાદ જ નહીં પરંતુ સુરત, ભાવનગર, નડિયાદ અને ભુજમાં પણ જથ્થો સપ્લાય કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ચાર ટીમો આ નકલી દવા ક્યાં બની હતી તેની અલગ અલગ રાજ્યોમાં તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે પાર્શ્વ મેડિકલના દર્શીલ સંઘવી, દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિયમિત રીતે તપાસ કરવામાં આવતી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દવાનું વેચાણ થયું છે. આ રીતે ઓળખો... દવા નકલી છે કે અસલી? દવા નકલી હોય તો બીપી વધી જાય, એટેકનું પણ જોખમ કાર્ડિયોલોજિસ્ટ ડો. સમીર દાણીના જણાવ્યા અનુસાર, આ દવા નકલી હોય તો તેના કારણે બ્લડ પ્રેશર અને હૃદય રોગ સામે પ્રોટેક્શન મળતું નથી. આથી બ્લડ પ્રેશર અચાનક વધી શકે અથવા હાર્ટ એટેક આવવાનું જોખમ પણ રહે છે. ત્રણેય આરોપી 7 દિવસના રિમાન્ડ મંજૂર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓ દર્શીલ સંઘવી, દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નકલી દવાઓનો અન્ય કોઈ જગ્યાએ સંગ્રહ કર્યો છે?: સરકારી વકીલ ક્રાઈમ બ્રાન્ચ તરફથી સરકારી વકીલ યદુકાંત. કે. વ્યાસે રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આ એક આંતરરાજ્ય ગુનો છે. આરોપીઓને લઈને બીજા રાજ્યમાં તપાસ કરવાની છે. આ દવા કે અન્ય કોઈ બીજી નકલી દવાઓ આરોપીઓએ વેચી છે કે કેમ તેની તપાસ કરવાની છે. નકલી દવાઓ અન્ય કોઈ જગ્યાએ સંગ્રહી રાખી છે કે કેમ તેની તપાસ કરવાની છે. ગુજરાત, UP, રાજસ્થાનમાં આરોપીઓનું નેટવર્ક ફેલાયેલું નાસતા ફરતા આરોપીઓને પકડવાના છે. આ નકલી દવાઓના મુખ્ય ઉત્પાદક કોણ છે, તેનું ક્યાં ક્યાં ઉત્પાદન થયું હતું, કોને કોણ દવાઓ મોકલતું હતું તે જાણવાનું છે. નકલી પેકિંગ, મટીરીયલ, સિલીંગ બધું ક્યાં થયું અને કેવી મશીનરીઓ વપરાઈ તે જાણવાનું છે. ગુજરાત, UP, રાજસ્થાનમાં આરોપીઓનું નેટવર્ક ફેલાયેલું છે. બે આરોપીઓ સામે મહારાષ્ટ્રમાં આવી જ એક ફરિયાદ નોંધાયેલી છે. દવાઓ સાચી કે ખોટી તેની તેમની ખબર નથી: ડિસ્ટ્રિબ્યુટરના વકીલ ડિસ્ટ્રિબ્યુટરના વકીલે રજૂઆત કરી હતી કે, જે.બી. ફાર્મમાં તપાસ કરાઈ છે. આ સ્ટ્રીપ વડોદરાની લેબોરેટરીમાં મોકલાતા તે નકલી હોવાનું સામે આવ્યું છે. તેઓએ 2700 સ્ટ્રીપ ખરીદી હતી. પાકું બિલ છે, અગાઉ પર દવા લેતા હતા. દવાઓ સાચી કે ખોટી તેની તેમની ખબર નથી. તેમણે કોને કોને દવા આપી તે પોલીસને જણાવી દીધું છે. અગાઉ બીજા આરોપીઓ સામે મહારાષ્ટ્રમાં ગુનો નોંધાયેલો છે. તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. જે.બી. ફાર્માએ નકલી દવાઓ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી આપી. એક આરોપીના વકીલે કહ્યું કે તે ફક્ત કંપનીનો કર્મચારી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ગઠિયાએ ફ્લિપકાર્ટનો દુરુપયોગ કરી વૃદ્ધોને હેરાન કર્યા:ટેલિગ્રામ પર અશ્લીલ ગ્રુપ્સમાં 'કોલગર્લ' તરીકે વૃદ્ધના નંબર વાયરલ કરનાર આરોપી સામે FIR નોંધાઈ
    Next Article
    રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં મોટો ડ્રામા:પ્રદેશ અને દિલ્હી સુધી લોબિંગ છતાં સમાધાન ન થયું, 8 સપ્ટેમ્બરે 5 બેઠક પર મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment